મોરબી : સગીરા ઉપર નરાધમે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

- text


સગીરાને ચાર માસનો ગર્ભ રહી ગયા બાદ ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે શખ્સને પકડી પાડવાની તજવીજ હાથ ધરી

મોરબી : મોરબી નજીકના એક ગામમાં રહેતા મજુરી કરતા પરિવારની સગીરા ઉપર એક શખ્સે દુષ્કર્મ ગુજારીને તેને ગર્ભવતી બનાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી નજીક આવેલા એક ગામની સીમમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરા ઉપર રમેશ પુનાજી ડામોર રહે. મૂળ સંતરામપુર, મહીસાગર હાલ મોરબીના રાજપર ગામ વાળાએ દુષ્કર્મ ગુજારીને તેને ચાર માસનો ગર્ભ રાખી દીધો છે. આ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ તાલૂકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમો ઉમેરી શખ્સ સામે ગુનો દાખલ કરીને તેને પકડી પડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text