મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા વિનામૂલ્યે છાશનું વિતરણ કરાયું

- text


મોરબી : મોરબીમાં જાહેર જનતા માટે અસહ્ય ગરમીમાંથી રાહત મેળવવા મફત છાશ વિતરણનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

- text

કાળઝાળ ઉનાળાની અસહ્ય ગરમીમાંથી છુટકારો મેળવવા માટે મોરબીવાસીઓ માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મફત છાશ વિતરણ આજ રોજ સવારે 10:00 વાગ્યાથી મહારાણા પ્રતાપચોક, હાઉસિંગ બોર્ડ બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવ્યું હતું, જેના દાતા સ્વ. ડો. નરેન્દ્રસિંહ દાનુભા જાડેજા (વીરપરડાવાળા) હતા. ગરમીથી રાહત અનુભવવા માટે અસંખ્ય લોકોએ આનો લાભ લીધો હતો.

- text