મોરબીમાં સ્વચ્છતા અભિયાનને અસરકાર બનાવવા તંત્રને સહયોગ આપવા માંગ

- text


છેલ્લા ત્રણ રવિવારથી સ્વચ્છતા અભિયાન ચલાવતા તબીબો સહિત જાગૃત નાગરિકોની ટીમે પાલિકા તંત્રને સહયોગ આપવા ચીફ ઓફિસરને આવેદન આપ્યું

મોરબી : મોરબીને સ્વચ્છ બનાવમાં માટે તબીબોએ ઝાડુ ઉઠાવતાની સાથે જ વિવિધ ક્ષેત્રને અગ્રણીઓ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય ગયા છે.છેલ્લા ત્રણ રવિવારથી આ શિક્ષિત લોકોની ટીમ કોઈ છોછ અનુભવ્યા વગર સાવરણા, તગારા અને પાવડા લઈને મંડી પડીને સફાઈ અભિયાન વેગવંતુ બનાવી રહ્યા છે.તેથી આ સફાઈ અભિયાનને અસરકારક બનાવવા માટે તંત્રનો સહયોગ અનિવાર્ય હોવાથી આ સ્વચ્છતા અભિયાનની ટીમે ચીફ ઓફિસરને આવેદન આપી પાલિકા તંત્રને સહયોગ આપવાની માંગ કરી છે.

મોરબીને ફરી પેરિષ જેવું ઉપમા અપવવા માટે શહેરને ગંદકીથી.મુક્ત કરવા માટે ડો.ચિરાગભાઈ અધારા સહિતના તબીબોએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. તબીબોના આ સ્વચ્છતા અભિયાનને જોરદાર પ્રતિસાદ મળતા ઉધોગપતિઓ, વેપારીઓ, શિક્ષિત યુવાનો સહિતના શહેરના ઘણા જાગૃત નાગરિકો જોડાયા છે.આ સ્વચ્છતા અભિયાનની ટીમ છેલ્લા ત્રણ રવિવારથી શહેરના વિવિધ સ્થળે સઘન સફાઈ કરીને પોતાના નાગરિક ધર્મની ફરજ અદા કરી રહ્યા છે.ત્યારે આ સફાઈ અભિયાન વધુને વધુ અસરકારક બનાવવા માટે પાલિકા તંત્રનો સહયોગ જરૂરી હોવાથી સ્વચ્છતા અભિયાનની ટીમના ડો.ચિરાગ અધારા, રાજેશ એરણીયા, નિપુલ ખરર્ચરિયા, કંસારા રવિ, સંઘાણી સુમિત, કિશન વાઘેલા, વ્યાસ કિરણકુમાર, કવાડિયા અંબારામ સહિતનાએ આજે ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું અને તેમના સ્વચ્છતા અભીયાનને અસરકારક બનાવવા માટે પાલિકા તંત્ર મોરબીના વિવિધ વિસ્તારોમાં હાઇડ્રોલિક કચરા પેટી મુકવી, ઠેરઠેર કચરાને ઉપડવા માટે લોડર અને ટ્રેક્ટરની વ્યવસ્થા કરવી, ડોર ટુ ડોર કચરા કલેક્શન વધુ અસરકારક બનાવી તેમાં વાહનો વધારવા, પ્લાસ્ટિકનો પ્રતિબંધનો કડક અમલ કરવો, ચા,ખાણી પીણીની રેકડીઓ, પાનના ગલાઓ, આઇસ ગોલા વગેરે જાહેર જગ્યાએ કચરો ન થાય તે માટે ત્યાં કચરા પેટી મુકવી, નગરપાલિકાના સફાઈ કામદારો સ્વચ્છતા અભિયાનમાં વધુને વધુ જોડાઈ, આગામી ચોમાસામાં વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરી ફરતે પાંજરા મુકવા, સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ માટે શેરી નાટકો કરવા તથા શાળા કોલેજમાં સ્વચ્છતા જનજાગૃતિ માટે કાર્યક્રમો કરવા અને સફાઈ અભિયાનની જાહેર કરવા સહિતનો સહકાર આપવાની માંગ કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text