નવલખી બંદરે રેલવે યાર્ડમાંથી લોખંડ ચોરી કરતી ટોળકીને આરપીએફે રંગે હાથ ઝડપી

- text


બોટમાં ૮૦૦ કિલો લોખંડનો જથ્થા સાથે ત્રણ યુવાનની ટોળકીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરાઈ

મોરબી : નવલખી બંદરે રેલવે યાર્ડમાંથી મોટા પાયે લોખંડના ભંગારની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે આરપીએફની ટીમે દરોડો પાડતા એક બોટમાં ૮૦૦ કિલોથી વધુ ભંગારની ચોરી કરીને લઇ જતા ત્રણ શખ્સોને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા હતા. હાલ આરપીએફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લાના નવલખી બંદરે રેલવે યાર્ડ આવેલું છે. જ્યા રેલવેની ઘણી ચીજ વસ્તુઓ પડી રહેતી હોય છે. આ રેલવેના લોખંડના પાટા સહિતના ભંગારની ચોરી થતી હોવાની બાતમી મળતા આરપીએફ અને રેલવે અધિકારીઓએ ત્યાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બોટમાં ૮૦૦ કિલો લોખંડ સાથે ત્રણ શખ્સો રંગેહાથે પકડાયા હતા. રેલવેના લોખંડની ચોરી કરનાર આ ત્રણેય શખ્સો જુમાવાડી વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં ત્રણેયની ઉંમર ૧૯થી ૨૨ વચ્ચેની છે. આ કામગીરીમાં આરપીએફના ઇન્સપેક્ટર ડામોર, રેલવે અધિકારી ભાર્ગવ જોષી અને વિવેકાનંદકુમાર સહિતના જોડાયા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text