મોરબીમાં પાણી પ્રશ્ને મહિલાઓએ બેડા સરઘસ કાઢ્યું

- text


પાલિકા તંત્ર પાણી પ્રશ્ને ઘોર ઉપેક્ષા દાખવતું હોવાના બળાપા સાથે મહિલાઓ બેડા – માટલા રોડ પર પછાડીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસેના છેવાડાના વિસ્તારો છેલ્લા કેટલાક સમયથી પાલિકાના પાપે સર્જાયેલા પાણી પ્રશ્ને આજે આ વિસ્તારનો મહિલાઓએ ધીરજ ગુમાવી હતી.અને બેડા સરઘસ કાઢ્યું હતું તેમજ મહિલાઓએ બેડા અને માટલાઓ રોડ પર પછાડીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગર અને ગોકુલનગર વિસ્તારમાં ઉનાળાના પ્રારંભથી જ પાણીની પળોજણ ઉભી થઇ છે.છેલ્લા એકાદ બે માસથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાથી આ વિસ્તારોમાં પાણી આવતું ન હોવાથી આ વિસ્તારના શ્રમજીવી લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.જોકે આ બાબતે પાલિકામાં રજૂઆતનો ધોધ વહાવ્યો હતો અને બેથી ત્રણ વખત સ્થાનિક લોકોએ પોતાના પાણી પ્રશ્ને પાલિકામાં મોરચો માંડ્યો હતો.પરંતુ પાલિકા તંત્ર ખાતરીનું ગાજર આપવામાંથી ઊંચું આવતું ન હોવાથી આજે આ વિસ્તારની મહિલાઓ વિફરી હતી અને મહિલાઓએ તેમના વિસ્તારમાં બેડા સરઘસ કાઢ્યું હતું તેમજ તેમના વિસ્તારમાં રોડ પર બેડા તથા માટલાઓ પછાડીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ મહિલાઓએ જણાવ્યું હતું કે,અમારો વિસ્તાર પછાત અને શ્રમજીવી છે. તેમાંય છેલ્લા કેટલાક સમયથી પાણી આવતું ન હોવાથી આવી કાળઝાળ ગરમીમાં એક બેડા પાણી માટે દરબદર ભટકવું પડે છે.પાલિકા તંત્ર ઓરમાયું વર્તન દાખવતી હોવાના કારણે અનેક વખત રજુઆત કરવા છતાં આ પાણી પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે.

- text

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text