મોરબી : રણછોડનગરમાં 700 રૂપિયાની ઉઘરાણીમાં યુવક પર છરી ધોકા વડે 4 શખ્સોનો હુમલો

- text


મોરબી : બી.ડીવી.પો.સ્ટેની હદમાં આવતા રણછોડનગરમાં 700 રૂપિયાની ઉઘરાણી બાબતે ચાર શખ્સોએ મળી હુમલો કરતા ઘાયલ યુવકને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મોરબી બી.ડીવી.પો.સ્ટે. માંથી પ્રાપ્ત થતી વિગત મુજબ રણછોડનગર બેમાં એસ પી વિદ્યાલય વાળી શેરીમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો રવિભાઈ ડાભી (ઉં. વ.૩૧)ને આરોપી હર્ષદ ઉર્ફે મુનો દિનેશભાઇ બારોટ સાથે 700 રૂપિયાની લેતીદેતીના મામલે મોબાઈલ પડાવી લેતા બોલચાલ થઈ હતી. આ બનાવને લઈને હર્ષદ અને તેના સાગરીતો વિવેક ઉર્ફે ગોટિયો બળવંતભાઈ વાઘેલા અબુ મુસાભાઈ તથા રાજુ અનિલભાઈએ એક સંપ કરી ધોકા તથા છરી વડે હુમલો કરતા ઘાયલ થયેલા ધર્મેન્દ્ર રવિભાઈ ડાભીને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બી.ડીવી.પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text