મોરબી જિલ્લાના ૧૬૫ છાત્રોએ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં વગાડ્યો ડંકો

- text


ટંકારાની લલિતા પાંચિયાએ જિલ્લામાં પ્રથમ તેમજ રાજ્યમાં બારમું તથા રૂપા નાયકાએ જિલ્લામા બીજું સ્થાન મેળવ્યુ

મોરબી : ગુજરાતના બાળકો, વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય,બાળકોમાં જે જે શક્તિઓ પડેલી છે તેને બહાર લાવવા માટે વિવિધ કાર્યક્રમો જેવા કે કલામહાકુંભ દ્વારા વિદ્યાર્થીઓ માં પડેલી ચિત્ર,ગીત, સંગીત,લેખન શૈલી વગેરે કૌશલ્યો બહાર લાવવામાં આવે છે એવી જ રીતે વિદ્યાર્થીઓ રમત ગમત ક્ષેત્રે પોતાનું કૌવત દાખવી શકે એ માટે સરકારશ્રી,શિક્ષણ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને એમાં જે વિદ્યાર્થીઓએ નંબર પ્રાપ્ત કરેલ હોય,સારો દેખાવ કરેલ હોય એવા વિદ્યાર્થીઓ માટે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલની વ્યવસ્થા કરેલ છે,જેમાં તાલુકા જિલ્લા અને ઝોન કક્ષાએ 11 અગિયાર વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ ની સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ, 400 મીટર દોડ,30 મીટર દોડ,વર્ટિકલ જમ્પ,ફોરવર્ડ બેન્ડ, શટલ રન,મેડિસિન બોલ,વગેરે સાત રમતોની ટેસ્ટ લેવામાં આવે દરેક રમતના ત્રણ ત્રણ પોઇન્ટ આપવના હોય છે.

જેમાં રાજ્યભરમાંથી દશ હજાર બાળકોએ તાજેતરમાં રાજ્યકક્ષાની ટેસ્ટ આપી હતી જેમાં મોરબી જિલ્લાના 200 જેટલા 11 અગિયાર વર્ષથી નીચેના વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપી હતી જેમાંથી મોરબી જિલ્લાના નાગડાવાસ તાલુકા શાળાના 24,મધુપુર પ્રા. શાળાના 7,રામપર પ્રા. શાળાના 5,નવજીવન ન્યુ એરાના 10 એમ કુલ 46 બાળકો મોરબી તાલુકાના સિલેક્ટ થયા છે જેમાં રાજુભાઈ મિયાત્રા આચાર્ય નાગડાવાસ તાલુકા શાળાએ બાળકોને તૈયાર કરવામાં ખુબજ યોગદાન આપેલ છે અત્યાર સુધી સતત ત્રીજા વર્ષે કુલ 60 બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવી જ રીતે વાંકાનેર તાલુકામાંથી 54 જેટલા બાળકો પસંદ થયા જે પૈકી વરડૂસર પ્રા. શાળાના 27, રાજગઢ પ્રા. શાળાના 9, જાંબુડિયા પ્રા. શાળાના 9, ભેરડા 7, કોઠારીયા પ્રા. શાળાના 2 એમ કુલ 54 બાળકો,જેમાં બાળકોને તૈયાર કરાવવામાં પંકજભાઈ ધામેચા આચાર્ય વરડૂસર પ્રા. શાળાએ ખુબજ પ્રયત્નો અને મહેનત કરેલ છે.

ટંકારા તાલુકામાં આર્યમ વિદ્યાલયના 11,વાઘગઢ પ્રા. શાળાના 11, જોધપર ઝાલા પ્રા. શાળાના 10,હરબટિયારી પ્રા.શાળાના 4,બાળકો એમ કુલ મળી નાના એવા તાલુકા 36 બાળકોને ડી.એલ.એસ.એસ.માટે તૈયાર કરવાનું દેવજીભાઈ પડસુંબિયા અને રમણિકભાઈ વડાવીયાએ બીડું ઝડપ્યું હતું અને ઝળહળતી સફળતા અપાવી હતી. એટલું જ નહીં ટંકારાની લલિતા પાંચિયા નામની દીકરીને રાજ્યમાં 12 મુ અને મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન અને રૂપા નાયકા નામની દીકરીને મોરબી જિલ્લામાં બીજું સ્થાન અપાવ્યું છે.

- text

હળવદમાંથી 17 અને માળીયા માંથી 12,એમ કુલ મળી ગુજરાત રાજ્યના 33 જિલ્લાના કુલ 2000 જેટલા બાળકોને ડી.એલ.એસ.એસ. માટે તૈયાર કરવાના હોય એમાંથી નાના એવા પાંચ તાલુકાના મોરબી જિલ્લામાંથી165 બાળકો પસંદ થતા રાજ્યકક્ષાએ ખૂબજ સારી નોંધ લેવાઈ છે. આ 156 બાળકોને રાજ્યની 36 સ્પોર્ટ્સ સ્કૂલ જેવી કે ધોળકીયા,જય ઇન્ટર નેશનલ અને ન્યુ એરા જેવી ખ્યાતનામ સારી સારી સ્કૂલમાં એડમીશન આપવામાં આવશે અને ધોરણ 12 સુધી મફત શિક્ષણ આપવામાં આવશે ઉપરાંત સરકાર દ્વારા દર વર્ષે એક લાખ રૂપિયાનો ખર્ચ એક બાળક દીઠ કરશે એટલે કે મોરબી જિલ્લાના બાળકો સરકારના એકસો પાંસઠ લાખ રૂપિયા પોતાની રમત કૌશલ્ય દ્વારા લઈ આવ્યા, ધોરણ બાર સુધી રહેવા, જમવા, ભણવાનું ફ્રી મળશે અને દરરોજ એક બાળક દીઠ દરરોજ ના 200 રૂપિયા ફૂડ ખર્ચ, દર માસે એક કી. ગ્રા.કાજુ,એક કિ ગ્રા.બદામ, પુરા પાડવામાં આવે છે.

ઉપરાંત યુનિફોર્મ, સ્પોર્ટસકીટ, સ્પોર્ટ્સ ડ્રેસ, સ્કૂલ ડ્રેસ તેમજ વિદ્યાર્થીઓ ને ગમતી રમતો ના કોચ દ્વારા વહેલી સવારે અને સાંજે રમતોનું કોચિંગ આપવામાં આવે છે અને બાકીના સમયમાં શિક્ષણકાર્ય કરવું આવી અનેક ઉચ્ચતમ સુવિધા સાથે મોરબી જિલ્લાના સરકારી શાળાના મધ્યમ અને ગરીબ પરિવારના બાળકો રમત ગમત અને શૈક્ષણીક જ્ઞાન મેળવશે,બાળકોને અનેક પ્રતિયોગીતામાંથી પસાર કરાવવામાં જહેમત ઉઠાવવા બદલ માર્ગદર્શક શિક્ષકો,તમામ 165 બાળકો એમના વર્ગ શિક્ષકો, તમામ શાળાઓને મયુર એસ.પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવેલ છે. એમ પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ વડસોલાની યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text