મોરબી : ચૂંટણી કાર્ડમાં છબરડાઓ યથાવત : યુવાનના પિતાની જગ્યાએ તેનું જ નામ

- text


ભૂલ સુધારવા મતદાર કાર્ડ આપ્યું છતાં ભૂલ ન સુધરી

મોરબી : મોરબીમાં સ્થાનિક તંત્રની લાપરવાહીના કારણે વખતોવખત ચૂંટણી કાર્ડમાં ગંભીર ક્ષતિઓ રહી જાય છે. જેમાં તંત્રનો વધુ એક ગંભીર છબરડો બહાર આવ્યો છે.યુવાનનું મતદાર કાર્ડમાં તેના પિતાના નામની જગ્યાએ યુવાનનું નામ છે.આ ગંભીર ભૂલ સુધારવા માટે યુવાને મતદાર કાર્ડ આપ્યું હતું.પરંતુ તંત્રએ આ નામ સુધારવાની તસ્દી ન લેતા ગંભીર ભૂલ યથાવત રહી છે.

- text

મોરબીમાં અત્યાર સુધીમાં ચૂંટણી કાર્ડમાં અનેકવાર ગંભીર ભૂલો થઈ હોવાના બનાવો સામે આવ્યા છે.પણ જવાબદાર તંત્રએ જાણે હમ નહિ સુધરેગેની જાણે ગાંઠ વાળી હોય તેમ ચૂંટણી કાર્ડમાં ગંભીર ક્ષતિઓ યથાવત રહી છે અને મતદાર કાર્ડમાં વધુ એક ગંભીર ક્ષતિઓ પ્રકાશમાં આવી છે.મોરબીમાં રહેતા દવે કૃષ્ણકાંત દિલીપભાઈ નામના યુવાનના જણાવ્યા અનુસાર તેણે મતદાર કાર્ડ કઢાવ્યું હતું.તેમાં યુવાનનું નામ તો બરોબર છે.પણ તેના પિતા દિલીપભાઈના નામની જગ્યાએ યુવાનનું નામ જ લખ્યું છે. આ ગંભીર ભૂલ થવાથી તેણે આ ભૂલ સુધારવા જવાબદાર તંત્રને મતદાર કાર્ડ આપ્યું હતું.પરંતુ તંત્રએ આ નામ સુધારવાની જરાય તસ્દી ન લેતા યુવાનના મતદાર કાર્ડમાં ગંભીર ક્ષતિ યથાવત રહી, ત્યારે આવી ગંભીર ભૂલો માટે તંત્રએ જવાબદારો સામે પગલા ભરાવા જોઈએ જેના કારણે ફરી વખત અગત્યના મતદાર કાર્ડમાં થતી ગંભીર ભૂલો અટકાવી શકાય.

- text