ધુળેટીમાં આંખની સાવચેતી કેવી રીતે રાખશો ? : ડો. ચિંતન મહેશ્વરીએ આપ્યા સૂચનો

- text


મોરબી : મોરબીની ઉત્સવપ્રિય જનતા દરેક તહેવાર મન ભરીને ઉજવે છે. ત્યારે ધુળેટીના પર્વની પણ શહેરીજનો ઉત્સાહભેર ઉજવણી કરવાના છે. આ ધુળેટીના પર્વે આંખને નુકશાન ન થાય તે માટે કેવી કેવી સાવચેતી રાખવી તે માટે સાવસર પ્લોટમાં કાર્યરત મહેશ્વરી આંખની હોસ્પિટલના ડો. ચિંતન મહેશ્વરીએ સોનેરી સૂચનો આપ્યા છે.


ધુળેટી રમતી વખતે આંખને નુકશાન ન પહોંચે તે માટે આટલી તકેદારી રાખવી

* શક્ય હોય તો ધૂળેટીએ ચશ્માં પહેરવા જેથી આંખમાં કલર ન જાય.

- text

* આંખની આસપાસ બોડી લોશન કે કપરેલનું તેલ લગાવવું. જેથી આંખ આસપાસ લાગેલો કલર સરળતાથી કાઢી શકાય.

* ધુળેટી રમતી વખતે કોન્ટેક્ટ લેન્સ પહેરવા નહિ.

* વાળ બાંધીને રાખવા જેથી વાળમા બાંધેલો કલર આંખમાં જાય નહીં.

* કલર ભરેલા ફુગ્ગા આંખની આસપાસ ન લાગે તેનું ધ્યાન રાખવું.

* ધુળેટી રમતી વખતે આંખને કલર વાળા હાથથી અડવું નહિ.

* ધુળેટી રમતી વેળાએ આપણા મિત્રો કે સ્નેહીજનોને ઇજા ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું તેમજ સાદા કલરથી જ ધુળેટી રમવી.

- text