મોરબીની મામલતદાર કચેરીમાં તલાટી લાંચ લેતો ઝડપાયો

- text


મોરબી : મોરબીની મામલતદાર કચેરીમાં એસીબીના છટકામાં લાંચ લેતો તલાટી રંગેહાથે ઝડપાયો હોવાનું બહાર આવતા ચકચાર મચી ગઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર વિસ્તારના તલાટી મંત્રી પ્રશાંત શાહ મોરબીની મામલતદાર કચેરીમાં બેસે છે.દરમ્યાન આજે આ તલાટી એસીબીના છટકામાં લાંચ લેતો રંગેહાથે ઝડપાયો હોવાનું જાણવા મળે છે.જોકે સહી લેવાના મામલે તલાટીએ લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું છે. તેથી આજે બપોરના 12 વાગ્યાની આસપાસ એસીબીએ છટકું ગોઠવીને આ તલાટીને લાંચ લેતા ઝડપી લીધો હતો. જોકે તલાટી કેટલા રૂપિયાની અને ક્યાં કામના બદલામાં લાંચ માંગી હતી એ અંગે હજુ સુધી ચોક્કસ વિગતો બહાર આવી નથી.હાલ એસીબીએ આ લાચિયા તલાટી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text