મોરબી : જસમતગઢ પ્રાથમિક શાળા તસ્કરોનો હાથફેરો

- text


મોરબી : છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં દિન પ્રતિદિન ક્રાઈમ વધતો જાય છે. દરરોજ કંઈક ને કંઈક ચોરી, લૂંટફાટ, દુષ્કર્મ, મારામારીની અમાનવીય ઘટના બનતી જ રહે છે. તેવામાં ગત રાત્રી દરમ્યાન જેતપર પાસે આવેલ જસમતગઢ ગામની સરકારી પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો શાળામાંથી કોમ્યુટરનો કિંમતી સામાન ચોરી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આજે સવારે જસમતગઢ શાળાએ શિક્ષકો શાળાએ પહોંચ્યા તો શાળાની ગ્રીલ અને મેઈન દરવાજાના તાળા તૂટેલા માલુમ પડતા અંદર જોયું તો કમ્પ્યુટર રૂમની ગ્રીલ તેમજ બારણાં ના પણ તાળા તૂટેલા હતા. રૂમની અંદરનો બધો સામાન, કમ્પ્યુટર નો સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો. અને કમ્પ્યુટરનો કિંમતી સમાન, એસ.આર.કંપનીનું મોનીટર ચોરાઈ ગયેલું માલુમ પડતા પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય દ્વારા જાણ કરતા પોલીસ અધિકારી સ્થળ પર જાત તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે છે. અને તાલુકા પંચાયતમાં પણ આ ચોરીનક ઘટનાની લેખિત જાણ આચાર્ય દ્વારા કરવામાં આવેલ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text