મોરબી જિલ્લામાં જ્યોતિર્લિંગ શોભાયાત્રાનું આગમન

- text


સોમનાથથી નીકળેલી જ્યોતિર્લિંગ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું

મોરબી: સોમનાથથી નીકળેલી કાશી વિશ્વનાથની જ્યોતિર્લિંગ યાત્રા આજે મોરબી જિલ્લામાં આવી પહોંચી હતી. જિલ્લામાં આ જ્યોતિર્લિંગ યાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે આગામી 23થી25 ફેબ્રુઆરીનાં રોજ દ્વિતિય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનું આયોજન કરાયું હોવાથી આ દ્રાદશ જ્યોતિર્લિંગ સન્માન સમારોહ સામાજિક સમરસતા જગાવવા અને હિન્દૂ ધર્મના ધાર્મિક સ્થળ પર માત્ર ધાર્મિક કાર્યો સાથે સાથે માનવસે વાકીય પ્રવૃતિ માટે જાગૃત કરવાના ઉદ્દેશ સાથે દેશના 12 જ્યોતિર્લિંગનાં લોકો દર્શન કરી શકે તેવા હેતુસર તેમની એક કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ યાત્રા કાઢવામાં આવી હતી. આ જ્યોતિર્લિંગ યાત્રા મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે આવી પહોંચી હતી.

- text

ત્યારબાદ હળવદ અને માળીયા થઈને મોરબી આવી પહોંચી હતી.આ યાત્રા મુખ્યમાર્ગો પર પસાર થઈ હતી.ઠેરઠેર આ જ્યોતિર્લિંગ યાત્રાનું કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સંસ્કારધામ ખાતે રાત્રી રોકાણ કરી ધર્મ સભા યોજાઈ હતી બાદમાં વિરપર થઈને ટંકારા રવાના થઈ હતી આ જ્યોતિલીગ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

- text