મોરબી સહિત સૌરાષ્ટ્ર કચ્છના ૨૩ ડીફોલ્ટર વેપારીઓ ઉપર સવારથી જીએસટીના દરોડા

- text


ટાઈલ્સ-જીનીંગ-કોટનના ધંધાર્થી ઝપટે મોબાઈલ, સ્ટીલ, પ્લાયવુડ, એગ્રોની પેઢીમાં પણ તપાસ

મોરબી : આજ સવારથી રાજકોટ વેટના ડિવીઝન-૧૦ અને ૧૧ના અધિકારીઓની ટીમોએ મોરબી સહિત સૌરાષ્ટ્ર – કચ્છમાં સપાટો બોલાવી ૨૩ જેટલા ડીફોલ્ટર વેપારીઓ ઉપર દરોડાનો દોર શરૂ કરતા ફફડાટ મચી ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જે વેપારીઓ, પેઢીઓ દ્વારા પત્રકો રજુ ન કર્યા હોય અને ટેક્ષ ન ભર્યો હોય તેવા તમામ વેપારીઓ, પેઢી, ઉત્પાદકોનું લીસ્ટ બનાવી આજ સવારથી ટીમોએ રાજકોટ, ગાંધીધામ, ભૂજ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, વાંકાનેરમાં દરોડા પાડયા છે. આ ડીફોલ્ટર વેપારીઓમાં ટાઈલ્સ, કોટન, જીનીંગ, મોબાઈલ, સ્ટીલ, એગ્રો અને પ્લાયવુડની પેઢીઓનો સમાવેશ થાય છે.

- text

જીએસટી ડિવીઝન ૧૦ના ડે. કમિશ્નર શ્રી ગુર્જર તથા ૧૧ના જોઈન્ટ કમિશ્નર ત્રિવેદીએ સંયુકત ઓપરેશન હાથ ધર્યાનું સૂત્રોએ અંતમાં ઉમેર્યુ હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text