ખંડણી પ્રકરણમાં બાબુડોન સહિતના છ આરોપી જામીન મુક્ત

- text


મોરબી : મોરબીના ચકચારી ખંડણી પ્રકરણમાં ટંકારા અદાલતે આજે બાબુડોન સહિત તમામ છ આરોપીઓને શરતી જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના બિલ્ડર પુત્રના પરાણે છૂટાછેડા કરાવી બળજબરીથી ખંડણી વસૂલવા પ્રકરણમાં આજે ટંકારા અદાલતમાં તમામ આરોપીઓએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે તાજીયા ગેંગના સાગરીત બાબુ ડોન, જગદીશ ઉર્ફે જગો, કરશન ભુવા, મનુ દેવરાજ, ધારાબેન બાબુભાઇ અને મુકેશ નામના આરોપીઓને શરતી જામીન ઉપર છોડવા હુકમ કર્યો હતો, આરોપી તરફે મોરબીના વિદ્વાન વકીલ જીતુભા જાડેજા રોકાયેલ હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text