નેકનામ પડધરી રોડ ઉપર કાર રીક્ષા વચ્ચે અકસ્માત : બે ના મોત

- text


ધ્રોલથી લગ્નના કપડાંની ખરીદી કરી પરત ફરતા વાંકાનેરના દિઘડિયા ગામના પરિવારમાં ઉપર આભ તૂટી પડ્યું

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ – પડધરી રોડ ઉપર રીક્ષાને કારે હડફેટે લેતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી, ધ્રોલ ગામે લગ્નની ખરીદી કરી પરત ફરતી વખતે દિઘડિયા ગામના રહેવાસીઓ આ અકસ્માતનો ભોગ બનતા નાના એવા દિઘડિયા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા નજીક પડધરી રોડ ઉપર પીજીવીસીએલ ઓફીસ પાસે આજે સાંજે કાર અને CNG રીક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં શેરસીયા ઈલ્મુદીન ઉ.૨૮ અને શેરસીયા હુશેનભાઈ ઉ.૫૦ નુ મોત નીપજ્યું હતું જ્યારે આ ગમખ્વાર અકસ્માતમાં બક્કાલીયા આરીફ ઉ.૨૪, શેરસીયા અસરફ ઉ. ૨૫ અને શેરસીયા અસલમ ઉ.૨૦ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા પાઈલોટ સલીમ ભુગર અને ડો.રૂબિયા કુરેશી દોડી ધાયલને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં મૃતક અને ધાયલ લોકો વાંકાનેરના દીધડીયા ગામના હોવાનું અને લગ્નના કપડાની ખરીદી અર્થે ધ્રોલ ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે આ રીક્ષાને અકસ્માત થયો હતો, હાલ એક જ ગામના બબ્બે વ્યક્તિના મૃત્યુથી નાના એવા દિઘડિયા ગામમાં ગમગીની છવાઈ છે. આ અકસ્માતમાં બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને ઘટના મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text