મોરબી શહેરમાં લહેરાયો જિલ્લાનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ

- text


હિન્દુ યુવા સંગઠન મોરબી દ્વારા “ઝંડા ઊંચા રહે હમારા ” સૂત્ર કર્યું સાર્થક

મોરબી : હિન્દુ યુવા સંગઠન – મોરબી અને
સંતકૃપા ગ્રુપ તરફથી પ્રજાસત્તાક પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં હિન્દૂ યુવા સંગઠનના યુવાનો દ્વારા મોરબી નેશનલ હાઇવે પર લાલપર નજીક મોરબી શહેરનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ લહેરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્ધ્વજને ૭૮ ફૂટની ઊંચાઈએ લહેરાવવા માટે મસમોટી ક્રેઇનનો સહારો લેવામાં આવ્યો હતો. હિન્દૂ યુવા સંગઠનના યુવાનોએ રાષ્ટ્ધ્વજને ૭૮ ફૂટની ઊંચાઈએ લહેરાવીને “ઝંડા ઊંચા રહે હમારા ” સૂત્રને સાર્થક કર્યું હતું.

આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભરતભા ગઢવી, પ્રશાંતભાઈ પટેલ, કાનભાઈ આહીર, મયુરભાઈ અઘારા, વિશાલ ભાઈ અઘારા, રામભા ગઢવી, જેમલભાઈ રબારી, નરેશ ભાઈ રબારી, જયેશ ભાઈ વાઘેલા, રમેશભાઈ રબારી, મનોજભાઈ પટેલ, વિશાલભા ગઢવી, હિમાંશુ વાઘેલા સહિતના દેશભક્તિને વરેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text