મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાં ડૂબેલા યુવાનનો 3 દિવસે મૃતદેહ મળ્યો

- text


તંત્રએ હાથ ઉંચા કરી દીધા બાદ અંતે કેનાલમાં પાણી બંધ કરી દેતા યુવાનની લાશ મળી

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર નીકળતી નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો 3 દિવસે મૃતદેહ મળી આવ્યો હતી.જોકે ફાયર બીગ્રેડ અને પોલીસે યુવાનની શોધખોળ કરવામાં માનવતા નેવે મૂકીને હાથ ઉંચા કરી દીધા બાદ અંતે કેનાલમાં ઉપરથી પાણી બંધ કરી દેવાતાં આજે યુવાનની લાશ મળી આવતા મૃતકના પરિવારે હૈયાફાટ આક્રંદ કરી મૂક્યું હતું.

- text

મોરબીના લખધીરપુર રોડ પર છેલ્લા કેટલાક સમયથી ઉત્તરપ્રદેશથી પેટિયું રળવા આવેલા ગરીબ પરિવારે આવી કડકડતી ટાઢમાં ખુલ્લામાં આશરો મેળવ્યો હતો.ત્યારે ગરીબ પરિવારની કુદરતે પણ ક્રૂર કસોટી કરી હોય તેમ આ પરિવારનો આશાસ્પદ યુવાન પુત્ર અમન છોટાલાલ ગૌતમ તા 26ના રોજ લખધીરપુર રોડ પર નીકળતી કેનાલમાં અકસ્માતે ડૂબી ગયો હતો.આ બનાવમાં યુવાનની સમયસર કેનાલમાં શોધખોંળ કરવસમાં ફાયર વિભાગ અને પોલીસે માનવતા નેવે મૂકી એકબીજાને ખો આપી જવાબદારીમાંથી હાથ ખખેરી નાખતા ગરીબ પરિવાર નિઃસહાય થઈ ગયો હતો.કેનાલમાં ઉપરથી પાણી આવતું હોવાને કારણે શોધખોળ અશક્ય હોવાથી 3 દિવસથી યુવાનની ભાળ ન મળતા ગરીબ પરિવાર સરકારી બાબુઓની અંગ્રેજો શરમાવે તેવી કુર નીતિથી વિવશ બની ગયો હતો.દરમ્યાન આજે કેનાલમાં ઉપરથી પાણી બંધ કરી દેવતા કેનાલમાં ગરક થયેલા યુવાનની લાશ તરતી મળી આવી હતી.પોલિસે લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

- text