મોરબી જિલ્લામાંથી છુટા કરાયેલ ૨૫ એમ.પી.એચ.ડબલ્યુ. કર્મચારીઓ માટે રાહતના સમાચાર : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

- text


રાજ્ય બહારની યુજીસી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની લાયકાત નોકરી માટે માન્ય

છુટા કરાયેલ એમ.પી.એચ.ડબલ્યુ. કર્મચારીઓને તાત્કાલિક ધોરણે હાજર કરો અને ગેરકાયદેસર રીતે છુટા કરનાર અધિકારી સામે ફોજદારી પગલાં લો – ગુજરાત હાઇકોર્ટ

તાજેતરમાં ગુજરાત રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી શૈક્ષણિક લાયકાત મેળવેલ ઉમેદવારો કે જેઓએ જુદી જુદી જિલ્લા પંચાયતોમાં એમ.પી.એચ.ડબલ્યુ.ની જગાઓ પર નિમણૂંક મેળવેલ હતી તેઓની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી કેટલાક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સાચી લાયકાત ધરાવતાં ઉમેદવારોને છૂટા કરવાની કાર્યવાહી કરેલ હતી.

- text

આ સમગ્ર બાબત કાયદા વિરુદ્ધની હોય રાજ્યના એમ.પી.એચ.ડબલ્યુ. કર્મચારીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટનું એલ.પી.એ. પિટિશન દ્વારા ધ્યાન દોરેલ જેના કેસમાં તારીખ 28/12/2018 ના રોજ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીની ડિવિઝન બેન્ચે આ તમામ પ્રક્રિયા ગેરકાયદેસર ઠરાવેલ તેમજ છુટા કરેલ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ ઉપર કરવા હુકમ કરેલ છે તેમજ ગેરકાયદેસર રીતે છુટા કરનાર અધિકારી સામે પણ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ આપેલ છે જેથી રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી લાયકાત મેળવેલ ઉમેદવારે કોઇપણ જાતનો ભય રાખ્યા વગર વફાદારીપૂર્વક પોતાની ફરજ બજાવવા જણાવવામાં આવે છે

સમગ્ર રાજ્યની સાથોસાથ મોરબી જિલ્લામાંથી પણ ૨૫ જેટલા એમ.પી.એચ.ડબલ્યુ. કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ જેના માટે આ રાહતના સમાચાર છે

- text