બોલો લ્યો ! તસ્કરોએ સેવાભાવી સંસ્થાને પણ ન મૂકી

- text


માળીયાના પંચવટી ગામર આનંદી સંસ્થાની ઓફિસમાં તસ્કરો ત્રાટકયા

માળીયા : તસ્કરો હવે સમાજસેવા કરતી સંસ્થાઓને પણ નથી મુકતા, દસેક દિવસ પૂર્વે માળીયાના પંચવટી, ખીરઇ ગામે આનંદી નામની સંસ્થાની ઓફિસમાંથી અજાણ્યા તસ્કરો ૪૦ હજારની કિંમતના ૪ મોબાઈલ ચોરી જતા ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ રમેશભાઈ હરજીભાઈ કટેસીયા, ઉ.વ.૪૦ ધંધો સામાજીક કાર્યકર રહે હાલ પંચવટી નવી ખીરઈ તા માળીયા મી મુળગામ ગુંદાળા તા વીછીયા જિ રાજકોટ વાળાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા તસ્કરો તેમની આનંદી સંસ્થાની ઓફીસમાથી તા.૨૫ થી ૨૬ નવેમ્બર દરમિયાન સંસ્થાની ઓફીસના દરવાજાનો નકુચો કોઈ સાધન વડે તોડી ઓફીસ રૂમમા પ્રવેશ કરી ઓફીસ મા રાખેલ ખુલ્લા કબાટ માંથી ઓપો એ-૩-એસ મોડલના મોબાઈલ ફોન ૦૪ કિ રૂ ૪૦,૦૦૦ની ચોરી કરી ગયા હતા.

આ મામલે માળીયા મિયાણા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

 

- text