હે, રંગલો જામ્યો મોરબી સંકલ્પ નવરાત્રીમાં

- text


ખેલૈયાઓનો ઉત્સાહ વધારનાર મહેમાનોનું અદકેરું સન્માન

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સર્વધર્મ સમભાવ દેશભક્તિ નવરાત્રી મહોત્સવમાં છઠ્ઠા નોરતે હે રંગલો જામ્યો કાલીન્દીને ઘાટ… છોગાળા તારા… ઓરે છબીલા તારા રંગભેરું જુવે તારી વાટ… ગીત ઉપર ખેલૈયાઓ મનભરીને જુમ્યા હતા તો ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા પધારેલ મહેમાનોનું આયોજકો દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

વિશ્વના સૌથી લાંબા ડાન્સિંગ ફેસ્ટિવલ તરીકે જાણીતા નવરાત્રી મહોત્સવને દેશભક્તિની થીમ સાથે અલગ અંદાજમાં ઉજવતા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે, ગઈકાલે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આરએસએસ અગ્રણી અને વિદ્યાભારતીના ઉપપ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, બરોડાના પીઆઇ જે.પી.વરિયા મેડમ, જૈન સમાજના નવીનભાઈ દોશી, યોગેશભાઈ મહેતા, સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના દેવાંગભાઇ દોશી, જૈન અગ્રણી અને ક્લોક ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી અંકુરભાઈ મહેતા, લેક્સેસ લિયોલી ગ્રુપના હિતેશભાઈ દેત્રોજા, મેરાન્યુઝના રોહન રાકજા, કાઉન્સિલર ભાનુબેન નગવાડિયા હાજર રહ્યા હતા.

- text

ઉપરાંત મોરબી કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, આઇટી સેલના પારસ સોની, કાઉન્સિલર ભગિયાભાઈ, અશોકભાઈ પટેલ, દિવ્ય ભાસ્કરના કિશન પરમાર, અનુસૂચિત જાતિ આગેવાનોમાં જેસિંગભાઈ પરમાર, કે.કે.ભંખોડીયા, ડો.રાજેશ મકવાણા, મહેશભાઈ ભંખોડીયા, દીનેશભાઇ હડિયા, મંજુલાબેન ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહેતા તમામનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

નવરાત્રીના છઠ્ઠા નોરતે સંકલ્પ નવરાત્રીમાં યંગ પ્રિન્સ કેટેગરીમાં ચૌહાણ રવિ, યંગ પ્રિન્સેસમાં મિતલ ચાવડા, લિટલ પ્રિન્સમાં પરમાર સુજલ અને લિટલ પ્રિન્સેસમાં રાણપરા કિનલ વિજેતા બનતા લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા.

- text