મોરબી જલારામ મંદિર દ્વારા પદયાત્રીઓ માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત

- text


માતાના મઢે જતા પદયાત્રીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા આશયથી ૨૪ કલાકની એમ્બ્યુલન્સ સેવા મળશે

મોરબી : મોરબી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિવર્ષ માં આશાપુરાની પદયાત્રા દરમિયાન સેવા કેમ્પનુ આયોજન કરવામા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે પદયાત્રા દરમિયાન કોઈ અકસ્માતના બનાવ બને તો તાત્કાલીક સારવાર ઉપલબ્ધ બને તેમજ મહામુલી માનવ જીંદગી બચાવી શકાય તે હેતુસર સંસ્થા દ્વારા ૨૪ કલાક એમ્બ્યુસન્સ સેવા કાર્યરત કરવામા આવેલ છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થાની પાંખ એવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાને પદયાત્રીઓને રેડીયમ જેકેટ વિતરણ અંગે રજુઆત કરવામા આવી હતી ત્યારે માળીયા પોલીસ મથકના પી.એસ.આઈ. સહીતના પોલીસ સ્ટાફ દ્વારા સુરજબારીના પુલ ખાતે દરેક પદયાત્રિકો ને નાઈટ રીફ્લેક્ટર લગાવવામા આવી રહ્યા છે. તે બાબતે રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના હરીશ ભાઈ રાજાએ માળીયા પોલીસની કામગીરીની પ્રશંસા કરી બિરદાવી હતી.

આ ઉપરાંત હરીશ ભાઈ રાજાએ પદયાત્રા દરમિયાન ૨૪ કલાક વિનામુલ્યે એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે ફીરોઝ ભાઈ મો.નં ૯૮૨૫૦૯૨૪૬૮ તેમજ હીતેશ ભાઈ જાની મો.નં. ૯૮૨૫૩૨૬૭૨૯ નો સંપર્ક કરવા જણાવ્યુ છે.

 

- text