મોરબી : પોલીસકર્મીઓનું શોષણ થતું અટકાવવા હ્યુમન રાઈટ એસો.ની કલેક્ટરને રજુઆત

- text


પોલીસકર્મીઓને પૂરું વળતર અને અન્ય લાભો અપાવવા કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી

મોરબી : રાજ્યભરમાં પોલીસકર્મીઓનું શોષણ થતું અટકાવવા માટે ઇન્ડિયન હ્યુમન રાઈટ એસોસિએશનના પ્રદેશ અધ્યક્ષ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં પોલીસકર્મીઓને જરૂરી લાભ અપાવવા માટે કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે તેવી તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.

ઇન્ડિયન હ્યુમન રાઈટ એસોસિએશનના પ્રદેશ અધ્યક્ષ પ્રેમચંદ યાદવ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવાયું હતું કે પોલીસ જવાનો પોતાની ફરજ દરમિયાન સતત માનસિક યાતનાઓ ભોગવી રહ્યા છે. આ કારણે હતાશા અને નિરાશાથી પોલીસ જવાન આત્મહત્યા કરી લે તેવી પણ ઘટનાઓ બની છે. કમનશીબી એ છે કે પોલીસકર્મીઓ પર શિસ્તના ઓથા હેઠળ જો હુકમી કરી શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવે છે.

- text

વધુમાં જણાવાયું કે પોલીસ કર્મીઓ પાસેથી સમય કરતા વધુ ફરજ લેવામાં આવે છે. ત્યારે વધુ સમયનું વળતર પણ આપવામાં આવતું નથી. જો કોઈ પોલીસકર્મી આ બાબતનો વિરોધ કરે તો તેને ખોટા રિપોર્ટ કરી નોકરી લઈ લેવાની ધમકી આપીને દબાવવામાં આવે છે. પોલીસ કર્મીઓને પૂરું વળતર મળે અને આવશ્યક લાભ મળે તે માટે હ્યુમન રાઈટ એસો. કોર્ટના દ્વાર પણ ખખડાવશે.

- text