નિવૃત થઈને માદરે વતન જબલપુર પધારેલા આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરાયું

- text


ગ્રામજનોએ નિષ્ઠાથી ફરજ બજાવીને દેશનું રક્ષણ કરનાર આર્મીમેનનો ગૌરવની લાગણી સાથે વરઘોડો કાઢ્યો
મોરબી : આર્મીમાં નિષ્ઠાથી ફરજ બજાવ્યા બાદ નિવૃત થઈને માદરે વતન જબલપુર ગામે પરત ફરેલા આર્મીમેનનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ગ્રામજનોએ ગૌરવની લાગણી સાથે આ યુવાનનો ગામમાં વરઘોડો કાઢીને ખુશી વ્યક્ત કરી હતી.

- text

મોરબીના જબલપુર ગામે રહેતા લખનભાઈ તેજાભાઈ બાંભવા દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયા હતા. આર્મીમાં નિષ્ઠાથી ફરજ બજાવ્યા બાદ તેઓ નિવૃત થતા પરત પોતાના ગામ પહોંચતા ગ્રામજનોએ તેઓના ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું. જેમાં લખનભાઈ બાંભવાનું ગામના નાના બાળકો થી લઈને મોટા વડીલો સૌ કોઈએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ગ્રામજનોએ નિવૃત આર્મીમેન લખનભાઈ બાંભવાનો ગૌરવની લાગણી સાથે વરઘોડો કાઢ્યો હતો તેમજ ફટાકડા ફોડ્યા હતા. લખનભાઈના આગમનથી ગામમાં જાણે દિવાળીનો તહેવાર હોય તેવો માહોલ સર્જાયો હતો.

- text