હિંમતનગરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનારને ફાંસી આપો : હળવદ ઠાકોર સમાજ

- text


ઢુંઢર ગામના દુષ્કર્મ મામલે હળવદ મામલતદારને આવેદન : આરોપી સામે સખત કાર્યવાહી કરવા ધારાસભ્ય સહિતનાની માંગ

હળવદ : તાજેતરમાં જ હિમતનગરના ઢુંઢર ગામે ૧૪ માસની કોમળ બાળકીને ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ઝડપાયેલા આરોપીને ફાંસીના માચડે લટકાવી દેવાની માંગ સાથે હળવદમાં ધારાસભ્યની આગેવાનીમાં ઠાકોર સમાજ દ્વારા મામલતદારને રજુઆત કરાઈ હતી.

તા.ર૮ના રોજ હિમતનગરના ઢુંઢર ગામે ખાટલામાં સુતેલી ૧૪ માસની બાળકીને આરોપી રવિન્દ્ર ગઈડ ઉઠાવી જઈ દુષ્કર્મ આચરતા ગુજરાતભરમાં આરોપી પર ફિટકાર વરસી રહી છે સાથે જ ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના લોકોમાં પણ આ સમગ્ર બનાવ મામલે ભારે રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે આ આરોપીને સખતમાં સખત સજા ફટકારવામાં આવે તેવી માંગ સાથે આજરોજ હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાની આગેવાનીમાં હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- text

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગત તા. ર૮/૯ના રોજ હિંમતનગરના ઢુંઢર ગામે ખાટલા પર સુતેલી ૧૪ માસની બાળકીને ઉઠાવી ગયા બાદ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જેથી આવી હૃદયદ્રાવક ઘટના સમાજમાં બીજીવાર ન બને તે માટે આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત ભોગ બનનાર બાળકીને યોગ્ય સારવાર આપવામાં આવે અને તેના પરિવારજનોને પુરતો સહકાર આપવામાં આવે તેવી રજુઆત હળવદ તાલુકા ઠાકોર સમાજ દ્વારા કરાઈ હતી. આ તકે પપ્પુભાઈ ઠાકોર, ચતુરભાઈ ચરમારી, અમરશીભાઈ ઠાકોર, ભરતભાઈ ગણેશીયા, રસીકભાઈ પરમાર, જીતુભાઈ ભોરણીયા સહિત ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો વગેરે આવેદનપત્રમાં જાડાયા હતા.

- text