મોરબી તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં કલામંદિર સંગીત કલાસીસનો દબદબો

- text


મોરબી : મોરબીમાં તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં કલામંદિર સંગીત કલાસીસના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને દબદબો બનાવ્યો હતો. વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધાઓમાં નંબર પ્રાપ્ત કરીને કલાસીસનું સમગ્ર મોરબીમાં નામ રોશન કર્યું છે.

- text

મોરબી તાલુકા કક્ષાના યુવક મહોત્સવમાં ભજનમાં ધાનજા મંથને પ્રથમ, હળવું કંઠય સંગીતમાં વ્યાસ પૂજાએ પ્રથમ, લોકગીતમાં કરોતરા દેવશીએ પ્રથમ , ખાંભલા રવજીએ દ્વિતીય અને નિતીનભા ગઢવીએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ તમામ વિજેતાઓ હવે જિલ્લા કક્ષાએ મોરબી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

- text