માળીયા પોલીસ દ્વારા પદયાત્રીઓને નાઈટ રીફલેક્ટર લગાવાયા

- text


માતાના મઢે જતા પદયાત્રીઓ માટે પોલીસે સૂરજબારી ચેક પોસ્ટ ખાતે સેવા કેમ્પ ઉભો કર્યો

માળીયા : માળીયા મીયાણા પોલીસમથકના પીએસઆઈ જે.ડી.ઝાલા દ્વારા આજથી સુરજબારી ચેક પોસ્ટ ખાતે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે વિસામો નામનો સેવા કેમ્પ શરૂ કરવામા આવ્યો છે આ સેવા કેમ્પમા પદયાત્રીઓની સુરક્ષા માટે નાઈટ રીફ્રેક્ટર તેઓની પીઠ પાછળ તેમજ સામાનની પાછળ લગાવવામાં આવી રહ્યા છે.

આ સાથે જ પદયાત્રીઓ માટે ચા પાણી અને નાસ્તાની સુંદર સુવિધા પણ કરવામા આવી છે. સાથે જ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુ થી ચાર પોલીસકર્મીઓ પણ સતત હાજર રાખવામા આવ્યા છે જો કે માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના ઈતિહાસમા પ્રથમ વખત માતાના મઢે ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરી પ્રજા માટે પોલીસ હર હંમેશ અવિરત પણે તૈયાર છે એ પુરવાર કરી દીધું છે.

- text

દર વર્ષે અસંખ્ય ભક્તજનો માતાના મઢ કચ્છ ચાલીને નિકળે છે ત્યારે અસંખ્ય સેવા કેમ્પ પણ હોય છે પરંતુ અમુક જગ્યાઓ એવી હોય છે જ્યા સામાન્ય સુવિધાઓના હિસાબે કેમ્પ થઈ શકતો નથી ત્યારે માળીયા મિયાણાના સુરજબારી પુલ પર ચેક પોસ્ટ પર જ પોલીસે પદયાત્રી માટે ” વિસામો ” નામનો સેવા કેમ્પ ખોલી અનોખી પહેલ શરૂ કરી છે જે પ્રશંસનીય બાબત છે.

- text