૧૦ ઓક્ટોબરથી તલાટીઓની અચોક્કસ મુદતની હડતાલ

- text


મોરબી જિલ્લાના ૩૬૦ તલાટીઓ માસ સીએલ ઉપર ઉતરી જઈ ધરણા કર્યા

મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૩૬૦ જેટલા તલાટીઓ દ્વારા પડતર માંગણી સંદર્ભે ચલાવવામાં આવી રહેલ આંદોલનમાં આજે માસ સીએલ ઉપર ઉતરી જઈ ધરણા પ્રદર્શન કરી આગામી ૧૦ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હળતાલનું શસ્ત્ર ઉગમ્યુ હતું.

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી સંગઠનના પ્રમુખ બી.જે.બોરસણીયાના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ૩૬૦ તલાટી કમ મંત્રીઓ આજે માસ સીએલ ઉપર ઉતરી જઈ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન કર્યુ હતું.

- text

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી પડતર માંગણીઓ સંદર્ભે આંદોલન ચલાવવામાં આવતું હોવા છતાં સરકાર દ્વારા તલાટીઓની માંગ પ્રત્યે ધ્યાન અપાયું નથી.

આ સંજોગોમાં અગાઉ પેન ડાઉન સહિતના કાર્યક્રમ આપી સરકારની નીતિ રીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે માસ સીએલ બાદ પણ સરકાર દ્વારા તલાટીઓની માંગણી ધ્યાને લેવામાં ન આવતા અંતે આજે તલાટીઓ દ્વારા આગામી ૧૦ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાની જાહેરાત કરવામાં આવી હતી.

- text