મોરબીના લખધીરપુર રોડ ઉપર મોટર સાયકલ હડફેટ સિક્યુરિટી ગાર્ડનું મોત

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા સિક્યુરિટીગાર્ડને અજાણ્યા મોટર સાયકલ ચાલકે હડફેટ લેતા ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ લખધીરપુર રોડ ઉપર આવેલ સાવિયો સીરામીક કારખાનામા ગેઇટ ઉપર સીક્યુરીટી તરીકે નોકરી કરતા લખીશા વૈજનાથશા બનીયા, ઉ.૨૭, રે.મૂળ.અલીરાજપુર વાળો ગત તા. ૨ જુલાઈના રોજ સીરામીક પાવડરની ટ્રક આવતા તેને વળાંક લેવા પાછી લેવડાવતા હતા ત્યારે મોરબી લખધીરપુર રોડ ઉપરથી કોઇ અજાણ્યો મોટરસાયકલ ચાલક બેદરકારી પુર્વક પુરઝડપે અને ફુલસ્પીડ મા આવતા મરણજનારને હડફેટે લઇ એકસીડન્ડ કરી માથામા ગંભીર ઇજાઓ કરી હતી.

- text

બાદમાં સિક્યુરિટી ગાર્ડ લખીશા વૈજનાથશા બનીયા ગંભીર ઇજાઓ સાથે સારવારમાં ખસેડાયા હતા જ્યાં મરણ જતા પોલીસે અજાણ્યા મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text