મોરબીમાં આર.આર.સેલનો સપાટો : વિદેશીદારૂ સાથે પાંચ બુટલેગર ઝડપી લીધા

- text


રૂપિયા ૮૦,૯૦૦ ના મુદામાલ સાથે પાંચેય વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી : સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી આર.આર.સેલ રાજકોટની ટીમ દ્વારા મોરબીના જુદા – જુદા વિસ્તારમાં ત્રણ દરોડા પાડી ૫૮ બોટલ વિદેશીદારૂ સાથે પાંચ બુટલેગરોને ઝડપી લેતા પોલીસબેડામાં ચકચાર જાગી છે.

રેન્જમાં પ્રોહીબિશન – જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહ દ્વારા આર.આર.સેલના પીએસઆઇ એમ.પી.વાળાને સુચના આપતા આર.આર.સેલ રાજકોટ ટીમના રશીકભાઇ પટેલ, રામભાઇ મંઢ તથા સુરેશભાઇ હુંબલે મોરબીના અલગ-અલગ વિસ્તારમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની કુલ બોટલ નંગ-૫૮ કિ.રૂ.૨૮,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૧ કિ.રૂ.૨૧,૫૦૦ મળી તથા મોટરસાયકલ રૂ.૩૦,૦૦૦ મળી કુલ રૂ.૮૦,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

વધુમાં આર.આર.સેલની ટીમે વિદેશીદારૂના આ દરોડામાં આરોપીઓ (૧) દિપક પ્રવિણચંદ્ર જોષી રે.ઘુંટુ મોરબી (ર) યુનુશ મુસાભાઇ પઠાણ રે.ઝુલતોપુલ મોરબી (૩) મયુરભાઇ બટુકભાઇ વાઘેલા (૪) આદમ સલીમભાઇ મીયાણા અને (૫) લતીફ દીલાવર ભટ્ટી રહે. ત્રણે ગજાનંદ સોસા. મોરબી વાળાઓ વિરુધ્ધ મોરબી સીટી (બી) ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ કુલ-૩ ગુનાઓ દાખલ કરાવેલ હતા.

- text