ટંકારા નજીક હાઇવે પર હોટલમાં ધમધમતી જુગાર ક્લબ પર દરોડો : 33 જુગારીની ધરપકડ

- text


21 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો : અનાસ નામની હોટલમાં ચાલતી હતી કલબ : ટંકારા અને એલસીબી પોલીસની સંયુક્ત કામગીરી

ટંકારા : ટંકારા નજીક મોરબી રાજકોટ હાઇવે પર આવેલી અનાસ નામની હોટલમાં જીમખાનાના નામ હેઠળ જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે ટંકારા અને એલસીબી પોલીસ ટીમે દરોડો પડ્યો હતો. જેમાં એક બે નહિ પણ કુલ 33 જુગારીઓ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે હાલ જુગારીઓને ઝડપી કુલ 21.35 લાખના મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના નવ નિયુકત એસપી ડો.કરનરાજ વાઘેલાએ દારૂ જુગારની બદી સામે કડક હાથે કામ લઇ રહ્યા છે. ત્યારે ટંકારા અને એલસીબી પોલીસે રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલી અનાસ હોટલમાં નીચે આવેલા હોલમાં ચંદ્રમૌલી જીમખાના પ્રાઇવેટ લિમિટેડ નામથી ચાલતા જીમખાનામાં જુગાર ક્લબ ધમધમતી હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં એક બે નહિ પણ 33 જેટલા જુગારીઓ જુદા જુદા જુગાર રમતા રંગે હાથે ઝડપાઇ ગયા છે. હાલ તો પોલીસે તમામ જુગારીઓની અટક કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી 32 મોબાઈલ, પાંચ કાર , પાંચ બાઈક અને રોકડા રૂપિયા 1.65 લાખ સહીત કુલ રૂ.21.35 લાખનો મુદામાલ પણ કબ્જે કરાયો છે.

જુગાર રમતા ઝડપાયેલાની યાદી 

- text

ધર્મેન્દ્રભાઈ દાનાભાઇ જારીયા (મોરબી), રમેશભાઈ લાલજીભાઈ ડાંગી(અમદાવાદ), મોબજીભાઈ લવજીભાઈ ડાંગી (અમદાવાદ), મોંઘાભાઇ મોંદાજીભાઈ ડાંગી (રાજસ્થાન), સુરેશભાઈ ચતુરભાઈ માકાસણા (મોરબી), લાભુભારતી બચુભારતી ગોસાઈ (જોડિયા), વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ નરશીભાઈ અઘરા (મોરબી), હાર્દિકભાઈ વિનુભાઈ દેથરીયા (વાંકાનેર), ઇકબાલભાઇ અભરામભાઇ સુજારા (મોરબી), કિશોરભાઈ નાનજીભાઈ કલોલા (મોરબી), રમેશભાઈ લીલાધરભાઇ કાનાબાર (મોરબી), મનસુખભાઇ નટવરભાઈ હુલાની (ખાખરેચી), દેવેંગભાઇ કોવનજીભાઈ ડાંગી (રાજસ્થાન), હસમભાઇ ઇસ્માઇલભાઈ ભુંગર (ટંકારા), પિયુષ નિમાવત (મોરબી), કાંતિલાલ નાગજીભાઈ દેત્રોજા (કુંભારીયા), અકીલભાઈ આમદભાઈ વડાવરીયા (વાંકાનેર), મનસુખભાઇ અમ્બારામભાઇ દેત્રોજા (મોરબી), બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા (સજનપર), મનોહરલાલ પુંજાજી ડાંગી (અમદાવાદ), અશોકભાઈ ઠાકરશીભાઈ બારૈયા (મોરબી), વિશાલભાઈ હરિભાઈ મેહતા (મોરબી), વિજયભાઈ નિમાવત (મોરબી), અક્રમભાઇ સલીમભાઇ ગાલબ (મોરબી), યાકુબભાઇ ઉસ્માનભાઈ ભટ્ટી (મોરબી), દિલાવરભાઈ હબીબભાઇ મોવર (મોરબી), સાબુદીન રહમતુલ્લાહભાઈ સુરાણી (મોરબી), હિતેષભાઇ કાનજીભાઈ પારજીયા (ખાખરેચી), ભગવાનલાલ હીરજીભાઈ ડાંગી (અમદાવાદ), રમેશભાઈ છગનભાઇ અઘારા (મોરબી), વિઠ્ઠલભાઈ રેવાભાઈ ગોધાણી (જોડિયા), ઇકબાલભાઇ ગફૂરભાઇ મોવર (મોરબી), પ્રતીક રામજીભાઈ પટેલ (અમદાવાદ)

 

- text