મોરબીમાં રજવાડા સમયે એરપોર્ટ હતું !! પણ અત્યારે નથી

- text


ઉડાન યોજના અંતર્ગત મોરબીને એરપોર્ટ આપવાની માંગ : વિહિપ અગ્રણીની મુખ્ય સચિવને રજુઆત

મોરબી : મોરબીમાં રાજા રજવાડા સમયે એરપોર્ટ હતું. પરંતુ કમનસીબી એ છે કે ઔદ્યોગિક નગરી ગણાતા મોરબીને હાલ ખરેખર એરપોર્ટની સુવિધાની જરૂર છે પરંતુ અત્યારે અહી એરપોર્ટ નથી. ત્યારે વિહિપ અગ્રણીએ રાજ્યના મુખ્ય સચિવને રજુઆત કરી ઉડાન યોજના અંતર્ગત મોરબીને એરપોર્ટ આપવાની માંગ ઉઠાવી છે.

- text

વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્ય સચિવને રજુઆત કરી હતી કે ઔદ્યોગિક નગરી મોરબીમાં રાજા રજવાડા વખતે એરપોર્ટની સુવિધા હતી. તે સમયે મોરબી તાલુકાના રાજપર ગામે એરપોર્ટ હતું. તે જ જગ્યાએ નવું એરપોર્ટ બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. મોરબી નગર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલ છે. જેથી એરપોર્ટ સુવિધા જરૂરી છે. પ્રવાસન, ધાર્મિક યાત્રા, વ્યાપાર વૃદ્ધિ માટે મોરબી નગરને એરપોર્ટની આવશ્યકતા છે.

વધુમાં જણાવાયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉડાન યોજના અંતર્ગત મોરબી નગરને એરપોર્ટ સુવિધા મળશે તો મોરબીને પરિવહન ક્ષેત્રે ખૂબ જ લાભ થશે. ભૂતકાળમાં મોરબી નગરને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવતું હતું. ફરી પાછું આ નગરને પેરિસ બનાવવામાં તંત્ર સહભાગી બને તેવી અપેક્ષા છે.

રાજપર ગામે આવેલા રજવાડા સમયના જુના એરપોર્ટના ફોટા

- text