મોરબીમાં બંધના એલાનને પગલે ધારાસભ્ય સહિતના કોંગી આગેવાનો દુકાનો બંધ રાખવાની અપીલ કરવા નીકળ્યા

- text


પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનને હાલ મિશ્ર પ્રતિસાદ

મોરબી : મોરબીમાં બંધના એલાનને હાલ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો અને કાર્યકરો ભારત બંધના એલાનને પગલે બજારોમાં દુકાનો બંધ કરવાની અપીલ કરવા નીકળ્યા હતા.

- text

પેટ્રોલ ડીઝલમાં સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ઉપરાંત આ ભાવ વધારાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે મોરબી જિલ્લા, શહેર અને તાલુકા સમિતિઓના કાર્યકર્તાઓ નવા બસસ્ટેન્ડ પાસે આવેલી સુપર માર્કેટ પાસે એકત્ર થયા હતા. અને ત્યાંથી બજરોમાં ખુલી ગયેલી દુકાનો બંધ કરવાની અપીલ કરવા નીકળ્યા હતા. જોકે પોલીસ દ્વારા બજારોના મુખ્ય ચોકોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા સહગીતના કોંગ્રેસી આગેવાનો આ બંધમાં જોડાઈને પોતાની દુકાનો બંધ કરવાની વેપારીઓને અપીલ કરવા નીકળ્યા હતા. જયારે આજે મોરબીની શાળા કોલેજો રાબેતા મુજબ ચાલુ રહી હતી.

 

- text