મોરબીમાં ઠેર ઠેર ટ્રાફિક જામ : વાહનોની લાંબી કતારો

- text


મોરબી : મોરબીમાં આજે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. અનેક જગ્યાએ વાહનોની લાંબી કતારો લાગી હતી. વાહનચાલકો અંદાજે બે થી અઢી કલાક જેટલો સમય આ ટ્રાફિકજામમાં ફસાયા હતા.

આજે રક્ષાબંધનનો તહેવાર હોવાથી શહેરમાં ભારે ટ્રાફિક સર્જાયો છે. ખાસ કરીને સામાકાંઠે પુલથી માંડીને છેક નવયુગ ગરમેન્ટ સુધી વાહનોની કતાર લાગી હતી. ઉપરાંત રવાપર રોડ પર રવાપર ચોકડી, ઉમિયા સર્કલ તેમજ  કેનાલ રોડ, નવલખી ફાટક પાસે પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિકજામના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં વાહનચાલકો બે થી અઢી કલાક જેટલો સમય ફસાયા હતા.

- text

- text