મોરબીમાં સમડી ઝળકી : મહિલાનો દોઢ તોલાનો સોનાનો ચેન આંચકી છુ..

- text


જીઆઇડીસી મેઈન રોડ ઉપર સમીસાંજની ઘટનાથી ચકચાર

મોરબી : મોરબીના જીઆઇડીસી મેઇન રોડ ઉપર સંસ્કાર બ્લડ બેંક નજીક ચાલીને જઈ રહેલી મહિલાના ગળામાંથી ડબલ સવારી બાઇક ચાલક સમડી દોઢ તોલાના ચેનની ચિલઝડપ કરી નાસી છૂટતા સનસનાટી મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે મોરબીના જીઆઇડીસી મેઈન રોડ પરથી ચાલીને જઈ રહેલા રીનાબેન તુલશીભાઈ ભવાનભાઇ ધરસંડીયા ઉ. ૪૮, રહે.પોરબંદર કમલાબાગ પાસે વસુંધરા કોમ્પ્લેક્ષ બ્લોક નં.૨૧૨ વાળા અને તેમના સ્નેહી ચંદરિકાબેન સાથે ચાલીને જઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ નં.જી.જે.-૩-આર.આર.-૫૮૦૯ નો ચાલક તથા પાછળ બેઠેલ ઇસમોએ ફરીયાદી રીનાબેનના ગળા મા પહેરેલ સોનાનો ચેઇન આશરે દોઢ તોલા નો કિ.રૂ.૩૫૦૦૦ બળપુર્વક આંચકો મારી ચોરી કરી લઇ જતા પોલીસે ફરિયાદ નોંધાવી છે.

- text

આ બનાવની જાણ ઉમિયા સર્કલ પાસે ચેકીગમા રહેલા મહીલા પીએસઆઈ અર્ચના રાવલ ની ટીમને થતા તેઓએ શહેરના ધંધાર્થીઓની દુકાનમા લાગેલા સીસીટીવી ફુટેજના આધારે પીએસઆઈ રાવલ ની ટીમ ના કોન્સટેબલ આરોપીને ઓળખી બતાવતા તેઓએ આરોપી દેવીપુજકની શોધખોળ હાથ ધરી હતી અને બંન્ને આરોપીઓ હાથવેત મા હોવાનુ જાણવા મળ્યુ છે.

- text