આબુમાં યોજાયેલ ઇન્ટરનેશનલ હાફ મેરેથોનમાં ઝંડો ગાળતા મોરબીના તબીબ

- text


ઓર્થોપેડિક સર્જન અનિલ પટેલ ૬૫ વર્ષની ઉંમરે પણ ૨૧.૭ કિલોમીટરની હાફ મેરેથોનમાં ફક્ત ૨ કલાક ૫૧ મિનિટમાં પૂર્ણ કરી

મોરબી : મોરબીના દોડવીર એવા ૬૫ વર્ષીય યુવા ઓર્થોપેડિક સર્જન ડો.અનિલભાઈ પટેલે આબુમાં યોજાયેલ ઇન્ટરનેશનલ હાફ મેરેથોનમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી ૨ કલાક ૫૧ મિનિટમાં ૨૧.૭ કિમીની દોડ પૂર્ણ કરનાર એક માત્ર સિનિયર સીટીઝન બન્યા છે.

તાજેતરમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય આબુ દ્વારા દાદી પ્રકાશમણી આબુ ઇન્ટરનેશનલ હાફ મેરેથોન દૌડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ – વિદેશના દોડવીરોએ ભાગ લીધો હતો. આ હાફ મેરેથોનમાં મોરબીના ૬૫ વર્ષીય ઓર્થોપેડિક સર્જન ડો.અનિલભાઈ પટેલ સિનિયર સીટીઝન કેટેગરીમાં એક માત્ર દોડવીર બન્યા હતા કે જેમને આ મેરેથોન સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી.

- text

આબુ ખાતે યોજાયેલ આ ઇન્ટરનેશન મેરેથોનમાં કુલ ૧૮૦૦ દોડવીરો જોડાયા હતા જેમાં ૨૧.૭ કિલોમીટરનું અંતર કાપવાનું હતું, આ મેરેથોનમાં ડો.અનિલભાઈ પટેલે ફક્ત ૨ કલાક ૫૧ મિનિટના સમયગાળામાં આ દોડ પૂર્ણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં ૧૮૦૦ ખેલાડીયો હતા જેમાં જાપાન અને કેન્યાથી મહિલા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો.

- text