વાંકાનેર યાર્ડના હોદેદારો દ્વારા રાજયવ્યાપી મગફળી ખરીદી કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ કરવા માંગણી

- text


ટેકાના ભાવે ખરીદ કરાયેલ મગફળીમાં કાંકરા, ધૂળ મામલે વિજયભાઈ રૂપાણી સમક્ષ તપાસની માંગ કરાઈ

વાંકાનેર : રાજ્યમાં ટેકાના ભાવે ખરીદ કરાયેલ મગફળીમાં કાંકરા, રેતી, ઢેફા સહિતની ભેળસેળ કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના હોદેદારો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

વાંકાનેર માર્કેટ યાર્ડના ડિરેકટર ડો. એ.કે.પીરઝાદા અને અને એડવોકેટ શકીલ પીરઝાદાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી રાજય વ્યાપી મગફળી ખરીદી કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ કમીટીની રચના કરી તપાસ કરવા માંગણી કરી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં રાજય સરકાર દવારા મોટી જાહેરાતો કરી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રીયા હાથ ધરી હતી. પરંતુ મીડીયાના અહેવાલ પ્રમાણે આ યોજનાનો લાભ ખેડૂતોને ન મળતા, સરકાર ધ્વારા રક્ષીત વચેટીયાઓ અને મળતીયાઓએ ગેરરીતી કરી ગેરલાભ ઉઠાવેલ છે.

- text

વધુમાં સહકારી – સરકારી કર્મચારીઓને સાથે લઈ આ વચેટીયાઓ અને મળતીયાઓએ સરકારને મોટા જથ્થામાં હલકી ગુણવતાવાળી મગફળી ટેકાના ભાવે વેચી છે. તેમજ મગફળીની સાથે રેતી, કાંકરા, ઢેફલા વગેરે મોટા પ્રમાણમાં મીકસ કરી ગેરરીતીઓ કરેલ છે.

આ મગફળી ખરીદી કૌભાંડ રાજય વ્યાપી છે અને તેમાં સરકારના નજીકના ખૂબ મોટા પાયા પણ સામેલ હોઈ તેવુ સ્પષ્ટ નજરે પડે છે જેથી ઉચ્ચસ્તરીય તપાસ કમીટીની રચના કરી આ રાજય વ્યાપી મગફળી ખરીદી કૌભાંડની તપાસ કરવામાં આવે અને તેમાં સામેલ વચેટીયા તથા સહકારી-સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ડૉ.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડ વાંકાનેરના ડિરેક્ટર અને એડવોકેટ શકીલ પીરઝાદાએ કરી છે.

- text