મોરબી જિલ્લામાં હથિયાર બંધી સહિતના ૧૩ જાહેરનામા અમલી

- text


ટ્યુશનના સમય, ટોલનાકે સીસીટીવી, મજૂરો કામે રાખતા પૂર્વે પોલીસને જાણ કરવી સહિતના જાહેરનામા અમલી

મોરબી : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા ચાલુ માસે આવતા વિવિધ તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી સહિતના જુદા-જુદા ૧૩ જાહેરનામા અમલી બનાવ્યા છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન પી.જોશીએ સતાની રુએ મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું અમલી બનાવવાની સાથે મોરબી જિલ્લામાં મંજુરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ મુક્યો છે અને જિલ્‍લામાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપતી રેસીડેન્‍ટ હોસ્‍ટેલમાં નાઇટવીઝન સીસી ટી.વી કેમેરા લગાવવા આદેશ કરાયો છે.

- text

આ ઉપરાંત જુના મોબાઇલ ફોનના ખરીદ વેચાણ કરનારા તથા નવા સીમકાર્ડ નુ વેચાણ કરનાર વેપારીઓને રજીસ્‍ટર નિભાવવા હુકમ કરી મોરબી જિલ્લામાં નિષ્ફળ બોર કુવાને બંધ કરી દેવા ફરમાન ભવિષ્યમાં ઉપયોગ કરવાનો હોય તેવા ખુલ્લા બોર કુવા પર બોર-કેપ લગાવવા હુકમ પણ કરાયો છે.

તેમજ મકાન કે ઔદ્યોગિક એકમ ભાડે આપનાર માલીકોએ નિયત ફોર્મમાં પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે. સાથે સાથે
લેબર કોન્‍ટ્રેાકટરોએ મજૂરોની વિગત પોલીસમાં જણાવવા આદેશ કરી તમામ ટોલનાકા ઉપર સીસીટીવી કેમેરા લગાવવા આદેશ કરાયો છે.

- text