મોરબી જિલ્લાના ઓરી-રુબેલા રસીકરણ અભિયાનનો બગથળા ખાતેથી આરંભ

- text


જિલ્લા પંચાયત પ્રમુખ ચીખલીયા અને જિલ્લા વિકાસ અધિકારી ખટાણાના હસ્તે રસીકરણ અભિયાનનો શુભારંભ

મોરબી : આજથી રાજય વ્યાપી ઓરી.રુબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. મોરબી જિલ્લામાં ૨.૮૬ લાખ બાળકોનું પાંચ અઠવાડીયા દરમિયાન રસીકરણ કરવામાં આવશે જિલ્લાના બગથળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ સ્થાનિક ગામમાં અને જિલ્લામાથી ૯ માસથી ૧૫ વર્ષના બાળકો રસીકરણથી વંચિત ન રહેતે જોવા ખાસ જણાવ્યુ હતુ.જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ જણાવ્યુ કે આજથી ગુજરાત સાથે ઝારખંડ અને છતીસગઢ રાજ્યોમાં આ રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયેલ છે. જિલ્લામાં રસીકરણ માટે ૧૫૧ ટીમો કાર્યરત કરવામાં આવેલ છે.

- text

આ પ્રસંગે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ડી.વી.બાવરવાએ પ્રાસંગીક પ્રવચનમાં કોઈ લાભાર્થી બાળકો રસીથી વંચીત ન રહે અને સો ટકા રસીકરણ થાય તે માટે ઉપસ્થિત વાલીઓને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય અમુભાઈ હુંબલ, તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ અગ્રવાત, બગથળા સરપંચશ્રી હરેશભાઈ કાંજીયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસર ઈરાબેન ચૌહાણ, ડૉ.કોટડીયા, ડૉ હાર્દીક રંગપરીયા, ડૉ અમુલ, ડૉ. વાંસદડીયા, શાળાના આચાર્ય વાલીઓ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text