મોરબીનાં ક્ષય વિભાગનાં કરારબદ્ધ કર્મચારીને માર મારનાર કાયમી કર્મચારી વિરુદ્ધ રોષ

- text


કાયમી કર્મચારી લાલચંદ આયલાણી વિરુદ્ધ પગલાં ન ભરવામાં આવે તો રાજ્યવ્યાપી લડતની ચીમકી

મોરબી : મોરબીની ક્ષય વિભાગની કચેરીમાં ફરજ બજાવતા કરારબદ્ધ કર્મચારીને ત્રાસ આપી કાયમી કર્મચારી દ્વારા માર મારવામાં આવતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને કરાર આધારિત કર્મચારીઓ દ્વારા દાદાગીરી આચરનાર વિરુદ્ધ પગલાં ન લેવાય તો રાજ્યવ્યાપી લડત આપવા જાહેરાત કરતા મામલો ગરમાયો છે.

બનાવની વિગતો અનુસાર મોરબી જીલ્લા ક્ષય વિભાગ ખાતે કરાર કર્મચારી તરીકે ડીપીસીના હોદ્દા પર ફરજ બજાવતા પિયુષભાઇ જોષી તેમજ અંકિત પરમાર ચાલુ ફરજ દરમ્યાન પોતાની કામગીરી કરી રહયા હતા ત્યારે, હળવો બ્રેક લેવા નજીકમાં આવેલ ચા ની કીટલી પર અન્ય કરારબદ્ધ કર્મચારીઓ સાથે આ પીવા ગયા હતા ત્યારે, આજ કચેરીમાં તરીકે કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા લાલચંદ આયલાણીએ પિયુષ જોષી સાથે ગાળા ગાળી કરી મુંઢ માર મારી જાનયી મારી નાખવાની ધમકી આપી હાજર તમામ કર્મચારીઓને પણ ધમકાવેલ અને પોતાની ઉચ્ચ વગનાં કારણે પોતાને કોઇ કશુ નહીં કરી શકે તેવું જણાવેલ.

- text

ત્યારબાદ પિયુષ જોષી અને ક્ષય વિભાગનાં અન્ય કરારબદ્ધ કર્મચારીઓએ નજીકનાં પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવવા ગયેલ પરતુ યેનકેન કારણોસર માત્ર સાદી અરજી લેવામાં આવેલ હતી. જયારે બીજી બાજુ લાલચંદ સાયલાણી ખોટી રીતે કેટલાક અધિકારી અને મળતિયા સાથે ષડયંત્ર રચી હાથમાં ફેકચર સાથે હોસ્પિટલમાં દાખલ થઇ અને કરારી કર્મચારી પિયુષભાઇ અને અંકિતભાઇ વિરુદ્ધ ખોટી ફરીયાદ નોંધાવી “ચોરી ઉપર થી સીનાજોરી” જેવુ કત્ય ઓચરેલ છે.

આ કરારી કર્મચારીઓ વર્ષોથી કરારબદ્ધ રીતે સેવા આપવા ને બદલે આર્થિક શોષણ નિતિનો તો ભોગ બની જ રહ્યા છે ત્યારે હવે કેટલાક કાયમી ભ્રષ્ટ અધિકારી અને તેનાં મળતીયાઓ દ્રારા દ્વૈષભાવ પૂર્વકનાં આવા માનસિક અને શારિરીક વ્યથા પહોચાડવાનાં ફત્ચોયી સમગ્ર ગુજરાતના RNTCP કરારબદ્ધ કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે.

વધુમાં આગામી નજીકનાં સમયમાં જો આ લાલચંદ આયલાણી વિરુદ્ધ સસ્પેન્શન-બદલી કે ટર્મીનેશન જેવા પગલા નરી લેવાય તો રાજ્યવ્યાપી આંદોલનની શરુઆત મોરબીથી થશે, એમ સંઘ પ્રમુખ હિમાશુ પંડયા અને કારોબારી પ્રમુખ નૈનેશ પટેલે જણાવેલ છે.

- text