મોરબીમાં તાજા બનેલા રોડ પર વાહનોની અવર જવર થતા રોડની હાલત થઈ ખરાબ

- text


કહેવાતા બુદ્ધિજીવી લોકોએ ધીરજ ગુમાવીને પોતાને મળતી સુવિધામાં જાતે છીંડા કર્યા

મોરબી : ઘણી ફેરે કહેવાતા બુદ્ધિજીવી લોકો જાતે જ ભૂલ કરીને પોતાને જ મળતી સુવિધામાં છીંડા પાડતા હોય છે. આવો જ એક કિસ્સો મોરબીમાં બન્યો છે. મોરબીના નરસંગ મંદિરથી અવની ચોકડી સુધી બનેલા તાજા રોડ પર લોકોએ ધીરજ ગુમાવી અવરજવર શરૂ કરી દેતા રોડ બન્યાને કલાકોમાં જ રોડની હાલત બિસ્માર બની ગઈ હતી.

- text

નરસંગ મંદિર(બાપા-સીતારામ ચોક) થી અવની ચોકડી સુધીના સિમેન્ટ રોડનુ થોડાક સમય પહેલા જ રીપેરીંગ કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં નવો રોડ બન્યાને તુરંત જ ધીરજ ગુમાવી બેસેલી પ્રજાએ વાહનોની અવરજવર ચાલુ કરી દીધી હતી.જેથી રોડની પહેલા કરતા પણ વધારે ખરાબ હાલત થઈ ગઈ હતી. લોકોએ તાજા બનેલા રોડ પર વાહનો વડે અવર જવર કરીને પોતાના જ પગ પર કુહાડી મારી હોય તેવો ઘાટ સર્જાયો છે.

હાલ રોડની ખરાબ સ્થિતીમા રાત્રિના સમયે બાઈક સ્લીપ થવાની સંભાવના છે લોકોની ભુલના કારણે રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે.

- text