મહેસુલ સચિવ સહિતનો કાફલો મોરબીમાં : વિવિધ કચેરીઓમાં સરપ્રાઈઝ વિઝીટ

- text


સરકારી બાબુઓ ગાંઠતા ન હોવાના ધારાસભ્યોના વસવસાને પગલે સરકાર જાગી : સ્થાનિક તંત્રવાહકોએ રૂટિન મુલાકાત ગણાવી

મોરબી : રાજય મહેસુલી સચિવ સહિતની ટીમેં આજે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ અન્ય વિવિધ કચેરીઓની સરપ્રાઈઝ વિઝીટ કરી ચેકિંગ હાથ ધરતા સરકારી કચેરીઓમાં દોડધામ થઈ પડી હતી. ગાંધીનગરથી આવેલી આ ટીમે આજે મોરબી સિટી સર્વે કચેરી, ડિઆઇએલઆર કચેરી સહિતની વિવિધ કચેરીમા સરકારનાં આદેશ મુજબ યોગ્ય રીતે કામગીરી થાય છે કે કેમ તે અંગે જાણકારી મેળવી હતી.

ગુજરાત રાજયનાં મહેસુલ સચિવ સોની, ધંધુકિયા અને અન્ય અધીકારીઓ સહીતની ટીમ આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલી સિટી સર્વે કચેરી અને ડિઆઇઆરએલ, જમીન સંપાદન, સબ રજીસ્ટાર કચેરી સહિતનાં વિવિધ શાખા તેમજ અન્ય કચેરીઓની પણ મુલાકાત લીધી હતી અનેં કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કામગીરી બાબતે જરૂરી સૂચનાઓ આપી હતી.

- text

વધૂમા રાજયના મહેસુલ સચિવની આ મુલાકાતને લઇ એવી પણ ચર્ચા જાગી છે કે ભાજ્પનાં ધારાસભ્યએ સરકારમાં અધિકારીઓ તેમને ગાંઠતાં ન હોવાની ફરીયાદ કરી હતી જેને લઇ સરકાર દ્વારા વિવિધ જીલ્લામા વિવિધ શાખાના સચિવને મુલાકાત લેવા સુચના આપતાં આ રાજય કક્ષાના અધિકારીઓ દોડી આવ્યાં છે.

જોકે આ બાબતે સ્થાનિક તંત્ર વાહકોએ આજની ગાંધીનગરની ટીમના સરપ્રાઈઝ ચેકીંગને રૂટીન કામગિરીનો ભાગ ગણાવ્યો હતો.

- text