મોરબી : પુત્રીના જન્મદિને વૃક્ષારોપણ અને રોપા વિતરણ કરાયું

- text


વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં લાડકવાયીના જન્મદિવસની પર્યાવરણલક્ષી ઉજવણી

મોરબી : મોરબીના પર્યાવરણપ્રેમી દંપતીએ પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું દંપતીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કર્યું હતું. સાથે ૫૦૦ રોપાનું વિતરણ કરીને લાડકી દીકરીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો હતો.

- text

મોરબીના વાત્સલ્ય એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ પરેશ પારીઆની પુત્રીનો આજે જન્મદિવસ હોય જે પ્રસંગે આજે દંપતી દ્વારા પરષોતમ ચોક ખાતે વૃક્ષનું વાવેતર કરીને તેના જતનનો સંકલ્પ કર્યો હતો. ગત વર્ષે પુત્રીના જન્મપ્રસંગે દંપતીએ આ સંકલ્પ કર્યો હતો જે અંતર્ગત આજે વૃક્ષારોપણ કરીને પુત્રીનો જન્મદિવસ ઉજવાયો હતો સાથે જ પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો તે ઉપરાંત દંપતી દ્વારા રોપા વિતરણનું પણ આયોજન કર્યું હતું અને નિશુલ્ક રોપાનું વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિ ઝુંબેશમાં નાગરિકોને જોડાવાનો પણ અનેરો પ્રયાસ કર્યો હતો.

આ પ્રસંગે મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા, મોરબી કોંગ્રેસ શહેર પ્રમુખ રાજુભાઇ કાવર તેમજ પરસોતમ ચોકના અગ્રણીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષા રોપણ સાથે ૫૦૦ વૃક્ષનું દાન કરવામાં આવ્યુ હતું.

- text