પોલીસને બાતમી કેમ આપશ કહી હળવદના ચાડધ્રામાં આધેડને માર પડ્યો

- text


હળવદ : હળવદના ચાડધ્રા ગામે પોલીસને બાતમી કેમ આપશ કહી આધેડને માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી હકીકત મુજબ હળવદના ચાડધ્રા ગામે રહેતા મહિપતદાન નરહરદાન ટાપરીયા જાતે ગઢવી ઉ.વ.૪૮ ધંધો ખેતી વાળાને આરોપી જગદીશભાઇ કસુભાઇ ગઢવી રહે.ચાડધ્રા તા.હળવદ જી.મોરબી વાળાએ તુ પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી તેનો ખાર રાખી ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લોંખડના પાઈપ વતી ડાબા હાથના ખંભા પર તેમજ છાતીના ભાગે મારમારી મુંઢ ઈજા કરતા ફરિયાદ નોંધાઇ છે.

- text

આ મામલે પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text