હળવદમાં જાહેરમાં જુગાર રમતા ૫ પકડાયા

- text


પોલીસે રૂ.૧૫,૪૦૦ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદમાં મોચીવાડ પાસે જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સોને પોલીસે રૂ.૧૫,૪૦૦ની રોકડ સાથે ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદમાં મોચીવાડ પાસે રહેણાંક મકાનના આગળના ભાગે જાહેરમાં જુગાર રમતા (૧)ઇમરાન યુનુષભાઇ રાઠોડ ઉ.૩૫ ધંધો વેપાર રહે. હળવદ જંગરીવાસ, મોટા ફળીયા તા. હળવદ (૨)યાકુબ સેમ્યુઅલભાઇ ખ્રિસ્તિ ઉ.૩૭ રહે. ધંધો વેપાર રહે. હળવદ જંગરીવાસ મોટા ફળીયા તા હળવદ(૩)મહેબુબભાઇ રહીમભાઇ ભટી ઉ.૩૨ ધંધો ડ્રાઇવિંગ રહે. હળવદ જંગરીવાસ મોટા ફળીયા તા હળવદ(૪)અલ્લાઉદિન મહમદભાઇ ચૌહાણ ઉ.૩૦ ધંધો ડ્રાઇવિંગ રહે. હળવદ કણબીપરા તા હળવદ(૫) મયુરસિંહ ઉમેદસિંહ ઝાલા ઉ ૫૧ ધંધો નોકરી રહે. સોનીવાડ હળવદ વાળાને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી ૧૫,૪૦૦ની રોકડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text