હળવદ પોલીસ પર હુમલો કરનાર સુંદરગઢ ગામના ત્રણ શખ્સોએ કર્યું સરન્ડર

- text


દારૂના અડ્ડા પર રેઇડ દરમિયાન કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ત્રણેય શખ્સોની આગોતરા જામીનની અરજી કોર્ટે નામંજુર કરતા પોલીસ મથકે હાજર થયા

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામે દેશી દારૂના અડ્ડા ઉપર રેઈડ કરવા ગયેલ હળવદ પોલીસ પર હુમલો કરનાર ત્રણ શખ્સો છેલ્લા ઘણા દિવસથી નાસતા ફરતા હતા. ત્યારે આ ત્રણેય શખ્સોએ આજ રોજ પોલીસ મથકે હાજર થઈને સરન્ડર કર્યું હતું.

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે દેશી દારૂના અડ્ડા પર હળવદ પોલીસ રેઇડ પાડવા ગત તા. ૩૦ એપ્રિલના રોજ ગઈ હતી. સુંદરગઢ ગામની સીમમાં નદીના પટમા પોલીસ સ્ટાફ પહોંચ્યો ત્યારે નદીની બાજુમા આવેલ વાડીના માલિક રાયધનભાઈ છગનભાઈ કોળી અને હળવદ પોલીસના કોન્સ્ટેબલ ભાવેશભાઈ મિયાત્રા વચ્ચે બોલાચાલી થઇ હતી. અમારા ગામમા દારૂના ખોટા કેસ કેમ કરો છો તેમ કહી રાયધનભાઈ છગનભાઈ કોળી અને તેના પુત્રો સંજયભાઈ કોળી તેમજ સાગરભાઈ કોળી તથા એક અજાણ્યો શખ્સ સહીત ચાર શખ્સોએ પોલિસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મિયાત્રા પર લાકડાના ધોકા વડે હુમલો કરીને હાથમા ફ્રેકચર કરતા ચકચાર મચી જવા પામી હતી.

- text

હળવદ પોલીસે ચાર શખ્સો સામે ફરજ મા રૂકાવટની ફરિયાદ કરી હતી ત્યારે ત્રણ શખ્સોએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરેલ હતી પરંતુ કોર્ટે આગોતરા જામીન અરજી નામજુર કરતા ત્રણ શખ્સોએ હળવદ પોલીસ મથકે હાજર થયા હતા ત્યારે આ અંગે ની વધુ તપાસ હળવદ પોલીસ ના પી આઈ એમ આર સોલંકી ચલાવી રહ્યાં છે

- text