હડમતિયાના “સારણ ડેમ”ની બાજુમા ભરાતા પાણીનો નિકાલ કરવા ખેડુતોની માંગણી

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ સારણ ડેમની બાજુમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા હોય ગામના ૨૫ ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી પડતા આ મામલે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી પાણીનો યોગ્ય નિકાલ કરવા સૂઝલામ – સુફલામ યોજનામાં આ કામનો સમાવેશ કરવા માંગણી કરાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતિયા ગામે શિતળા માતાજીની ધાર પાસે પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની સરકાર સમયે આ ડેમ તૈયાર કરવામા આવ્યો હતો. આ ” સારણ ડેમ” ની પાળીની સાઈડમાં ડેમના અોજ (ભેજ) ની સરવાણીનું પાણી પુષ્કળ પ્રમાણમા નીકળે છે. આ પાણીનો નિકાલ તે સમયે કોંન્ટ્રાકટરને ખોટ જવાના ડરથી અધુરો જ રહી ગયેલ અને પુર્ણકામ ન કરેલ હોવાથી તેનો ભોગ દર વર્ષે આ ૨૫ જેટલા ખેડુતો બનતા આવ્યા છે.

- text

આ પાણી ખેડુતોના કુવામા તેમજ સીધા ખેતરોમા ઘુસી જાય છે. સતત ચોમાસાના દિવસોમા પાણી ખેતરોમા વહેતા રહેવાથી ચોમાસુ સિઝનમાં ૨૫ જેટલા ખેડુતોનો મોંઘા ભાવના ખાતર-બિયારણો નાશ પામે છે અને ખેડુતોને માથે અોઢીને રોવાનો વારો આવતો હોવાથી આ બાબતે ખેડૂતોઅે ડેમના સાઈડના પાણીનો નિકાલ સરકારશ્રીની “સુઝલામ સુફલામ યોજના” અંતર્ગત ચાલી રહેલ ઉંડા તળાવો તેમજ રિપેર કરવાની યોજનામાં લઈ કરી આપવા લેખિત અરજી નાની સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેર, રાજકોટ જીલ્લા સાંસદ મોહનભાઈ કુંડારીયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ભુપતભાઈ ગોધાણી તેમજ મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકાસણીયા ને કરી છે.

વધુમા ખેડુતોઅે ધારાસભ્ય લલિતભાઈને ટકોર કરતા જણાવ્યું છે કે ચોમાસા પહેલા ડેમના બાજુના પાણીનો નિકાલ થઈ શકે તો જ આ ગામના ૨૫ જેટલા ખેડુતોની જમીનમાં વાવેલ પાક બચી શકે તેમ છે

- text