મોરબીમાં અજાણ્યા શખ્સોએ ટ્રક ડ્રાઇવરને માર મારી રૂ.૩૬ હજારની લૂંટ ચલાવી

- text


મોરબી : મોરબી નજીક આવેલી રામદેવ હોટેલ પાસે ૧૦ થી ૧૨ અજાણ્યા શખ્સોએ ટ્રક ડ્રાઇવરને મારમારી રૂ ૩૬ હજારની લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે તપાસ આદરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ ઉસ્માનભાઇ ઇશાકભાઇ ચાકી (ઉ. વ. ૪૩) રહે. ભુજ પોતાના ટ્રકમાં કચરો ભરી ને નીકળ્યા હતા.ત્યારે મોરબી નજીક આવેલ હાઇવે પ રરામદેવ હોટલ પાસે બ્રેક કરતાં ૧૦ થી ૧૨ અજાણ્યા શખ્સો એ તેમને પાછળ ખાડામાં લઇ જઇને મુઢ માર મારી રોકડ રકમ ૩૬,૧૩૦ ત્થા મોબાઈલ ફોન કિ રૂ. ૧૦૦૦ નો લુટ કરીને નાસી જતાં મોરબી તાલુકા પોલીસે નોંધ કરી છે.

 

- text