૧લી મે થી જળ અભિયાનના પ્રારંભ પૂર્વે ખેડુતો વિનામૂલ્યે તળાવો ડેમોમાંથી કાંપ ઉપાડી શકશે

- text


મોરબી જિલ્લામાં હાથ ધરાનાર સુઝલામ સુફલામ જળ અભિયાનના થયેલા આયોજન અંગે બેઠક યોજાઈ

મોરબી : જિલ્લામાં જયાં જયાં તળાવ અને ચેક ડેમોમાંથી કાંપ કાઢી તળાવો અને ચેક ડેમો ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરી શકાય તેમ છે. તેની સબંધિત અધિકારીઓ જાતે સ્થળ ઉપર જઇ તપાસ કરી થનાર કામનું પ્લાનીંગ અને કામ શરૂ થયા બાદ નિયત પત્રકમાં દરરોજ સાંજે ફોટોગ્રાફસ સાથે રિપોર્ટ રજુ કરવા મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ કલેકટર કચેરી ખાતે સુઝલામ સુફલામ જળ અભિયાનના માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અંગે જિલ્લાના સબંધિત અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના હોદેદારો સાથે યોજાયેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું. બેઠકમાં ખેડુતોને તેની જમીન કિંમતી કાંપથી નવસાધ્ય કરવા વિના રોયલ્ટીએ તેના સાધનો દ્વારા તળાવનો કાંપ ઉપાડવા દેવાશે.

કલેકટર માકડીયાએ વરસાદનું એક એક ટીંપુ દરિયામાં જતું રોકવા અને પાણીના તળ જે ઉંડા ગયા છે. જેને ઉપર લાવવાના નિર્ધાર સાથે સરકાર દ્વારા સુઝલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આાગામી ૧લી મે થી સતત એક માસ એટલે કે તા.૩૧ મે-૨૦૧૮ સુધી આ કાર્યક્રમ હેઠળ લોક ભાગીદારીને જોડી તળાવો, તેમજ અન્ય જળસ્ત્રોતો આવેલા છે. તેમાંથી કાપ કાઢી ઉંડા ઉતારવાની કામગીરી કરાશે તેમજ જયાં જયાં ખેત તલાવડીઓ બની શકે તેમ છે. ત્યાં ખેત તલાવડીઓ બનાવાશે.

આ કાર્યમાં વહિવટીતંત્ર સાથે સિંચાઇ સ્ટેટ, સિંચાઇ પંચાયત, ફોરેસ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જી.એલ.ડી.સી.,પાણી પુરવઠા, માર્ગ મકાન,શિક્ષણ, ક્ષાર અંકુશ, જળસ્ત્રાવ, નગરપાલીકાઓ સહિતની કચેરીઓ ઉદ્યોગ એશોશીએશનો અને સ્વૈચ્છિક સંસથાઓના સહયોગથી આ કામગીરી હાથ ધરાશે. તેમ પણ પણ જણાવ્યું હતું.

- text

કલેકટર માકડીયાએ વધુમાં જણાવ્યું હતુ કે મોરબી જિલ્લાના ૯૯ ઉપરાંત ગામોમાં આવેલા તળાવો, ચેકડેમો, તેમજ મોરબીમાં આવેલ મચ્છું નદિના કાઠાના ત્રણ કિલોમિટર વિસ્તારને તથા માળીયા, વાંકાનેરમાં મચ્છુની સફાઇ તથા ફલકુના કાઠાને સ્વચ્છ કરવાનું કામ પણ હાથ ધરાશે. તેમ તેમણે બેઠકમાં જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ અધિકારીઓને કામ કરનાર સંસ્થાઓના સતત સંપર્કમાં રહી ચાલી રહેલ કામનો દરરોજ સાંજે ઓન લાઇન રિપોર્ટ આપવાનો રહેશે.તેમજ જે ગામોમાં કામો ચાલતા હોય તેવા ગામોના સરપંચો અને તલાટીઓ પણ આમાં પુરતા સહયોગી બને તે માટે તેઓના સંપર્કમાં રહેવા જણાવ્યું હતું.

બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર એસ.કે.જૈન, જિલ્લા પંચાયત સિંચાઇના કાર્યપાલક ઇજનેર એ.એન.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી દમયંતિબેન બારોટ, મોરબી પ્રાંત શીવરાજસિંહ ખાચર, વાંકાનેર પ્રાંત જીજ્ઞાસાબેન ગઢવી, નાયબ ચુંટણી અધિકારી એન.એફ.ચૌધરી, જિલ્લા ભુસ્તરશાસ્ત્રી મેહુલ દવે, ફોરેસ્ટ, જી.એલ.ડી.સી.,ક્ષાર અંકુશ, શિક્ષણ ખાતાના અધિકારીઓ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફીસરો, જિલ્લા ભાજપ અગ્રણી જયોતિસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ગોહિલ, તેમજ સ્વૈચ્છિક-સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહયા હતાં.

- text