મોરબીમાં મેલેરિયા જનજાગૃતિ અર્થે બાઈક રેલી નિકળી

- text


વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે આરોગ્ય શાખાનું આયોજન: ગ્રામ્ય કક્ષાએ જૂથ ચર્ચા, વ્યક્તિગત સંપર્કો અને સાહિત્ય વિતરણ કરાયું

મોરબી: જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે જિલ્લાના ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત મોરબી શહેરમાં જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં લોકોને મેલેરિયા થી બચવાના ઉપાયોની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી.

- text

વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે થી બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ બાઈક રેલીનું જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એન. ખટાણા અને કારોબારી ચેરમેન કિશોર ચીખલીયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે જિલ્લા મેલેરિયા અધિકારી ડો. સી એલ વારેવડીયા, ઇ.એમ.ઓ. ડો.જય નિમાવત, વહીવટી અધિકારી જોશી સાહિતનાએ હાજરી આપી હતી. ઉપરાંત ગ્રામ્ય લેવલે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા જૂથ ચર્ચા, વ્યક્તિગત સંપર્કો, મેલેરિયા અંગે સાહિત્ય વિતરણ વગેરે પ્રવૃતિઓ કરીને લોકોમાં મેલેરિયાથી બચવા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 

- text