ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયના શિક્ષિકા અને છાત્રા જિલ્લા કક્ષાની નિબંધ સ્પર્ધામાં ઝળક્યા

- text


મોરબી: મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આયોજિત નિબંધ સ્પર્ધામાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયના શિક્ષિકા દીપાલીબેન આદેશરાએ પ્રથમ અને વિદ્યાર્થીની પાયલ કુકડીયાએ તૃતીય ક્રમાંક મેળવીને શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે.

- text

મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હું સ્વચ્છતા માટે શું કરીશ વિષય પર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારાની ઓરપેટ કન્યા વિદ્યાલયમાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપાલીબેન આદેશરાએ ભાગ લઈને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ઉપરાંત આજ વિદ્યાલયમાં ધો. ૧૧માં અભ્યાસ કરતી પાયલ સુરેશભાઈ કુકડીયાએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. શિક્ષિકા અને વિદ્યાર્થીની ની આ સિદ્ધિ બદલ ઠેર ઠેર થી તેઓને અભિનંદન મળી રહ્યા છે.

- text